________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય બુજીને આ સિંહની ગુફામાં મરવા આપે છે, તો સમજ કે તા- પાપને ઘડે આજે સંપૂર્ણ ભરાઈ ગયો છે.'
“અરે અધમ ! ચાર ! મારા પાપને ઘડે ભરાયે છે કે તારે ? મને મારાં ક્યાં પાપ સંભળાવે છે તું ?
“મને સંભળાવે શું પાપ મારાં
પહેલાં સંભાળ તું પાપ તારાં. ) મારી ગુફામાં મારાં પાપ મને સંભળાવે છે? નક્કી સમજ કે તારું મોત તને ભમાવે છે. તું પરદેશી મારાં પાપ શું જાણે ? ” દાંત કચકચાવતે ચાર બોલે.
તારાં પાપ? આહ! આખીય અવંતીનગરીના ધન માલ, ઈજ્જત, આબરૂ તું લુંટી રહ્યો છે. અરે ! પ્રજાની બેટીઓની લુંટેલી લાજ શું ભૂલી ગયો? અરે દુષ્ટ ! એવીય ન ધરાતાં તું રાજાની રાણી કલાવતીને હરી ગયો ! આવાં કાળાં કર્મ કરતાં તું પાપથી તો ન ડર્યો, પણ સજાથીયે શું ના ડર્યો ? ”
“રાજા! રાજા તે મારે મન એક મગતરા જેવું છે. પાપ પુણ્ય એ તે બાયલાઓનો વિચાર છે. બળવાનને તે વળી પુણ્ય કે પાપ શું કરનાર છે? “કાળા અને ધેળા, બધા દુનિયા તણું વહેવાર છે બળીયાના બે ભાગ, એ જગતમાં જોવાય છે. સુખ સાહ્યબી ને વૈભવ, ખુબ રંગરાગે માણવા કરવાં પડે કેઈ કામ, એમાં પાપ શાને માનવા.”
અરે દુષ્ટ તારૂં મોત તને આમ બોલાવે છે. પાપીઓ કઇ દિવસ પ્રભુને સંભારે છે? ઠેકર વાગે ત્યારે જ પ્રભુને દુખથી સંભારે છે?”
“વૈભવ સુખે સંસારનાં, ચીરકાલ તે રહેતાં નથી, આંખો મીંચાતાં આખરે, જરૂર તે રહેતાં નથી.