SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. થી પ્રચ્છન્ન થઈને તે ચિંતવવા લાગે કે –“મારૂં જીવિત પ્રાણુના ઉપકારમાં જ વપરાઓ.” પછી દિગ્દાહ સમાન દારૂણ કાંતિથી આકાશમાં ભયંકર ભાસતા તથા પ્રલય-કાળની અગ્નિશિખા સમાન ચપળ પક્ષને આક્ષેપ કરતા તે ગરૂડે આવી, ધૈર્યના ભંડાર અને વિદ્યાધર શિરોમણિ એવા જીમૂતવાહનના મુગટ-રત્નથી મંડિત મસ્તકના ખંડ કર્યા અને ફરી તેનું શરીર લઈને આકાશમાં તે વલયકારે ગતિવિશ્વમ કરવા લાગ્યું. એમ ચક્રાકારે ભમતાં, રકતધારાથી ખરડાયેલ મુગટરત્ન ભ્રષ્ટ થઈને મલયવતીના ખેાળામાં પડયું. તે જોતાં એકદમ શિરીષલતા સમાન કમળ તે તન્વી રેવા લાગી અને ત્રાસ પામતાં તેણે જીમૂતકેતુને વાત નિવેદન કરી. તેણે પિતાની વિદ્યાથી પુત્રનું મરણ જાણી ભાર્યા અને પુત્રવધુ સહિત બળી મરવાને ચિતા રચાવી. તેવામાં મેકર્ણ તીર્થના દર્શન કરી વધ્ય-શિલા તરફ જતાં શંખચૂડે, ચિંતામાં પડવા તૈયાર થયેલાં તેમને જોયા અને સ્વરૂપ જાણીને કહ્યું કે–તમે સાહસ ન કરે. હું તમારા પુત્રને મોકલીશ.” એમ કહી નમન કરીને તરતજ ચાલી નીકળતાં જનની અને પ્રિયાને પાછા વાળી શંખચૂડ પિતાનું શરીર ગરૂડને આપવા માટે તે વધ્ય-શિલા પાસે આવ્યું, પણ ત્યાં નખ અને મુખથી મુગટ ભાંગી નાખેલ તથા વિદ્યાધરેંદ્રને લઈને આકાશમાં ઉડતા ગરૂડને જોતાં આંખમાં આંસુ લાવી ઘાત વિના પોતાને વિદારિત અને તેના વધમાં પિતાને વધુ સમજાતે શંખચૂડ કરૂણુ સ્વરે વિલાપ કરવા લાગ્યા કે –“હા ! સત્ત્વ અને વિપુલ ઉદારતાના સાગર, ગુણના પારંગત, પૂર્ણ કરૂણાના આવાસ હા! નિષ્કારણ બાંધવ! તું ક્યાં ગયે?' એમ શેક કરતાં, પિતાના જીવિતત્યાગને નિશ્ચય કરી તે ગરૂડની પાછળ ગયા. તેવામાં તે જીમૂતવાહનના વારંવાર વચન સાંભળતાં શાંત અને વિરમયાકુળ થયેલ ગરૂડ વિચારવા લાગ્યું કે “અહો! આ સાત્વિક
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy