________________
શ્રી પાર્શ્વનાથ જીનેશ્વર,: શ્રી મહાવીર પ્રભુ વગેરે જિનેશ્વર તથા શ્રીગૌતમ પ્રમુખ ગણધરને નમસ્કાર કરી શ્રુતદેવી સરસ્વતીનું સ્મરણ કરતાં ગ્રંથકર્તા મહાત્મા ચારિત્રારંભ કરે છે. પા. ૧-૨. ગ્રંથની શરૂઆત હવે અહિંથી થાય છે. પ્રથમથી શ્રીચંદ્રપ્રભુ
સ્વામીનું મહાભ્ય બતાવતાં અનાદિ કાળથી પ્રભુનું મહાગ્ય, કર્મોએ આ સંસારમાં આત્માઓને બાંધી અનંત
કાયરૂપી કેદખાનામાં નાંખ્યા છે, ત્યાંથી વનસ્પતિકાયમાં, ત્યાંથી પૃથ્વીકાયાદિમાં, ત્યાંથી વિકલૅકિયમાં, ત્યાંથી પંચેન્દ્રિયમાં, અને ત્યાંથી મનુષ્યપણને પામે છે, ત્યાંથી પણ કષાયો વગેરેના યોગે કર્મ જીવને નરકમાં નાંખે છે, ત્યાંથી પાછા વાળવાને દાનાદિક પાંગળાની જેમ અસમર્થ બને છે, જેથી દાન, શીલ, તપ અને ભાવ ખેદ પામે છે, અને તેઓ જીને પાછી વાળવાને પરસ્પર ખેદ કરવા લાગે છે. દાન કહે છે કે હું કલીબ હોવાથી શું કરી શકું ? મને પોષણ મળે અને જીવો કષાયને વશ ન થાય તે હું કાંઈ કરી શકું તે પ્રમાણે શિલાદિક પણ પિતપોતાની ક્ષીણુ દશા પરસ્પર કહેતાં હવે સત્વની અપેક્ષા કરવા લાગે છે, કારણ કે તે કઈ સ્થળે હોય છે. સત્ત્વ જેનામાં હોય દાનાદિક તેને જ આશ્રય કરે. અને તે કષાયને હઠાવીને ત્યારે જ મોક્ષમાં લઈ જાય છે. ચાર પ્રકારનો ધર્મ સત્ત્વથીજ સબળ થાય છે, અને અન્યત્ર યશ અર્થાદિકમાં પણ સવજ મુખ્ય છે. જેમણે સત્ત્વને આશ્રય લઈ દાનાદિકને પડ્યા અને સર્વ આત્માને મેક્ષ માર્ગ બતાવ્યો તેવા નિષ્કારણ ઉપકારી ત્રણ જગતના નાથ એવા ચંદ્રપ્રભુસ્વામી છે તેથી જ તેમનું આ ચરિત્ર કહેવાય છે. આ પ્રમાણે ઘટના કરી ગ્રંથકર્તા સૂરિ મહારાજશ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું મહામ્ય બતાવે છે, જે સંક્ષિપ્ત છતાં મનન કરવા ગ્ય છે. પા. ૨ થી ૩.
આ પ્રથમ પરિચ્છેદમાં પ્રથમ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના પ્રથમ ભવ વર્ણન અને સત્ત્વ ઉપર પ્રથમ અજાપુત્રની કથા કહેવામાં આવે છે. આ ગ્રંથમાં પ્રભુના છેલ્લા ત્રણ ભાવ ( પ્રથમ ભવ શ્રી ૫૧ નામે રાજ બીજે ભવે વૈર્યાવત વિમાનમાં દેવ થયા અને ત્રીજે ભવે શ્રી ચંદ્રપ્રભુ