________________
છે; તે પણ કોઈપણ જૈનબંધુ કે બહેન તરફથી સહાય મળતાં સત્વર પ્રગટ કરવાને શુભ પ્રયત્ન આ સભાને છે.
આવા જૈન કથાનુયોગના પરિશીલનથી બીજા કરતાં કોઈપણ મનુષ્ય ઉપર તે વિશેષ ઉપકાર કરી શકે છે; આ ગ્રંથ પણ તેજ હોઇ તેમાં આવેલ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના છેલ્લા ત્રણ ભવની કથા-વર્ણન તથા પ્રભુના પ્રથમ ગણધર દત્તના આગલા અજા પુત્રના ભવનું ચરિત્ર અને પ્રભુશ્રીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેશનામાં આપેલ તાત્વિક બોધ-ઉપદેશ તેમજ ચરિત્રમાં આવેલ બીજી અવાંતર કથાએ એ વિગેરેની અપૂર્વ રચના એટલી બધી પ્રભાવશાળ છે કે તે વાચકોને-મુમુક્ષોને સર્વ રીતે આત્મોન્નતિ માટે અતિ ઉપયોગી છે.
ચન્થ રચવાને હેતુ જેના દર્શનના વિદ્વાન મહાત્માની કૃતિના આવા અનેક ગ્રંથોમાંથી આ. શ્રી દેવેન્દ્રાચાર્ય મહારાજની કૃતિને આ શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર ગ્રંથ છવનના શિક્ષારૂપ, ઉપદેશક ગ્રંથ છે. આ ગ્રંથ રચવાને ગ્રંથકાર મહાત્માનો મુખ્ય હેતુ ભક્તિ અને પુણ્યના માટે હેવા સાથે ભવ્યાભાએ ધર્મનું સ્વરૂપ સમજી તેને પ્રભાવ જાણ આદર કરી મોક્ષ મેળવે તે છે.
ગ્રંથકાર મહાત્માને પરિચય–આ ગ્રંથના કર્તા નાગૅદ્રગચ્છમાં થયેલા શ્રીદેવેન્દ્રાચાર્યું છે, કે જે શ્રી ધનેશ્વરસૂરિના શિષ્ય હતા. શ્રી મહાવીર પ્રભુની તેરમી પાટે શ્રી વજસ્વામી થયા, તેમની પાટે મહાવીર સંવત્ ૫૮૫માં શ્રી વજસેનસૂરિ થયા, તેના ચાર શિષ્યઃ-૧ નિવૃતિ, ૨ ચંદ્ર, ૩ નાગેન્દ્ર, ૪ વિદ્યાધર. તે ચાર શિષ્યના નામથી પ્રથમ ચાર ગચ્છ થયા અને તે ચારે શિષ્યોને એકવીશ એકવીશ શિષ્યો હતા. તે પ્રત્યેકના ભિન્ન ભિન્ન ચોરાશી મા થયા છે. આ ગ્રંથ મૂળ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ૫૩૨૫ લોક સંખ્યા પ્રમાણ છે. અને તે સંવત ૧૨૬૪ ની સાલમાં શ્રી દેવેન્દ્રાચાર્યજીએ રચેલે છે. આ આચાર્યશ્રીને વિક્રમ સંવત ૧૩૨૭ માં સ્વર્ગવાસ થયો છે. આ સિવાય આ ગ્રંથ માટે કે કર્તા મહાત્માના વિશેષ પરિચય સંબંધે તપાસ કરતાં વિશેષ ઈતિહાસિક હકીકત મળી શકી નથી.
(ગ્રંથ સંક્ષેપ)
પ્રથમ પરિચ્છેદ. પ્રથમ શ્રીચંદ્રપ્રભુ સ્વામીનું સ્મરણ કરી શ્રી આદિનાથપ્રભુ,