SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. હે શાંતિ! તમે દુરિતને ઉપશાંત કરે, હે કુંથુ! તમે દુકર્મ-કથાને દૂર કરે, હે અરનાથ! મારી પાપપ્રવૃત્તિને નષ્ટ કરે, હે મલ્લિનાથ! તમે કલ્યાણ–વદ્ધિને વિસ્તારે, હે મુનિસુવ્રત ! મને સત્ય-વ્રત ! આપે, હે નમિનાથ ! મારા ભવભ્રમણને ટાળે, હે નેમનાથ! તમે મારા કષાયવૃક્ષોને કાપી નાખે, હે પાર્શ્વ! તમે મારા દુરિત-સાગરનું મથન કરે, હે વીર! હું આપને શરણે છું. સંસાર-માર્ગના ભ્રમણથી તપ્ત થયેલ અને ભારે પુણ્યરૂપ વૃષ્ટિથી અષ્ટાપદે બિરાજમાન અને ભરત રાજાએ પૂજિત એવા જિનેશ્વરૂપ જલધરે આનંદ પમાડે. . એ પ્રમાણે ભારે ભાવના સહિત વિદ્યાધરીઓએ સ્તુતિ કરતાં ઇંદ્રાણસહિત ઇંદ્ર આવી, જિનૅકોને સ્તવી, તે ત્યાંથી ચાલીને રંગમંડપમાં આસન પર બેઠે. પછી દેવેએ ત્યાં નાટ્યોત્સવ શરૂ કર્યો. તેમાં વૈકિય રૂપ લઈ, દિવ્ય વેષ-વિલાસ ધરતી પૌલોમી અને ઉર્વશી પ્રમુખ દેવીએ બહુજ ખુબીથી નાચ કરવા લાગી. તેવામાં ભ્રમરૂપતજી, તુંબરૂનું રૂપ ધરી, એટલામાં તુંબરૂ ન આવ્યું. તેટલામાં અજા પુત્ર તરત આવ્યા અને જિનેશ્વરોને નમી, રંગમંડપમાં આવી, આશ્ચર્ય પમાડવા અજાપુત્ર તુંબરૂના સ્થાને બેઠે. દેવેને પણ વિસ્મય પમાડે તેવા સ્વર, ગ્રામ, મૂઈનાયુક્ત અભુત આલાપ તે અપૂર્વ ગતિથી કરવા લાગે. જે સાંભળતાં “આ શું? એમ સંબ્રાંત થતે તુંબરૂ છુપાઈને જ બેઠે રહ્યો, તેણે ધાર્યું કે–એ તે હું પોતેજ છું, “જિનેશ્વરેની સમક્ષ હું ગાયન કરતાં પુણ્યશાળી છું.” એમ આનંદ લાવી અજાપુત્ર રસપૂર્વક ગાવા લાગ્યા. ત્યારે દેવે પરસ્પર કહેવા લાગ્યા કે—“અહો ! આજે તુંબરૂ કંઈક વિચિત્ર ગતિથી ગાય છે કે જેથી ઇંદ્ર પિતે ચિત્રની જેમ થંભાઈ ગયે છે.” એમ આલાપની લહરીથી કર્ણ પૂર્ણ થતાં, પ્રસાદ બતાવવા ઇંદ્ર પોતે, તુંબરૂ તુલ્ય તે અજાપુત્રને બોલાવ્યું. કારણ કે જુઓ ગંભીર પુરૂષે ગુણથી ગ્રાહ્ય થઈ શકે અને સાધારણ તે ગમે તે રીતે ગ્રાહ્ય
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy