________________
અજાપુત્રની કથા.
૨૫ તેણે એ વાત તે બને પુરૂષને જણાવી. તેમણે સંમતિ આપતાં, તરતજ તે ભ્રમર બની, આમતેમ ભમતાં, એક યુવતિના કમળમાં બેઠે. ત્યાં કર્ણપ્રિય ગુંજાવ કરતા તે ભ્રમરને જોતાં તે વિદ્યાધરીએ કહેવા લાગી કે હે ભ્રમર! અહીં આ કમળપર આવ, આ કમળપર આવ,” પછી તરતજ પિતતાના વિમાનપર ચલ, લીલાથી તેને રમાડતી તે બધી તરત અષ્ટાપદપર આવી, અને પ
પોતાના વિમાનથકી ઉતરી, જળવતી હાથ ધોઈ ચૈત્યને ત્રણ પ્રદક્ષિણા દઈ ત્રણવાર પ્રગટ નૈધિકી બેલી, કેટલાંક કમળસહિત મંદિરમાં પેસતાં મસ્તક નમાવી, ત્યાં આવવાથી પિતાના આત્માને ધન્ય માનતી, મનને નિર્મળ રાખતી યથાવર્ણ અને યથાપ્રમાણ તથા સિંહનિષદ્યાએ બિરાજમાન અને અત્યંત દેદીપ્યમાન એવા ૩ષભાદિક જિનેશ્વરેની તેમણે પૂજા કરી, પછી રાગ, દ્વેષ, કષાય તથા વિકથા તજી, જિનેશ્વરની ડાબી બાજુ સાઠ હાથને આંતરે બેસી, રેમાંચિત થઈ પ્રમેદાશ્રુ મૂકતાં, ઉત્તરીયવસ્ત્ર હાથમાં રાખી તેમણે ભગવંતને વંદન કર્યું અને પ્રાંતે ખીલતા કંઠની મધુરતાયુક્ત પિતે ભક્તિમાં લીન બની તેત્ર બોલી કે –
વાંછિત આપનાર હે આદિનાથ! તમે ય પામે, આંતર શત્રુને જીતનાર એવા હે અજિત! તમે જયવંત રહે. હે સંભવનાથ! તમે સુખકારી થાઓ, હે અભિનંદન ! તમે આનંદદાયક બને, હે સુમતિ ! મારી મતિને ધર્મમાં સ્થાપે, હે પદ્મપ્રભ ! મને મુક્તિમાં વાસ આપો, હે સુપાર્શ્વ ! મને વિવેકની પાસે મૂકે, હે ચંદ્રપ્રભ ! તમે વિમેહ-તિમિર પરાસ્ત કરે, હે સુવિધિ ! મને પુણ્ય વિધાનમાં જોડે, હે શીતલ! તમે કર્મોનલને શમાવે, હે શ્રેયાંસ! મારા ચિત્તને કલ્યાણમાં સાંધે, હે વાસુપૂજ્ય! તમ પ્રત્યે ત્રિવિધ પૂજાહે, હે વિમલ! મારા મન-જીવને નિર્મળ બનાવે, હે અનંત ! મારાં અનત કર્યોને કાપી નાખે, હે ધર્મ! તમારે ધૂમ મને પાવન કરે,