________________
૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
વૈદ્ય, વિનેને વિખેરી નાખવામાં પ્રચંડ પવનતૂલ્ય તથા મોક્ષ-કમળ પ્રત્યે ભ્રમરની જેમ ત્વરિત ગતિ કરનાર એવા શ્રી પાર્શ્વનાથ તમારું રક્ષણ કરે. - જે ચંડકૌશિક રક્તપાન કરવા આવતાં, માત્ર જીતવા લાયક પવનનું જ પાન કરી શકશે, એટલે તેના દુઃખે જેમનું મન પીગળી રહ્યું કે જેથી ત્યાં કામને આવવાનું સ્થાન જ ન રહ્યું; વળી પોતે છદ્મસ્થ છતાં, જે કામ અજ્ઞતાને લીધે દેવાંગનાઓનું સન્મ લઈને જીતવા આવ્યું, છતાં જે ફાવી ન શકે તેવા દયાળુ અને નિવિકારી શ્રી મહાવીર તમારા કલ્યાણ નિમિત્તે થાઓ.
વળી બીજા બાવીશ જિનેશ્વરે શ્રેષ્ઠતા આપે, શ્રુતદેવી-સરસ્વતી મારી અજ્ઞાનતા દૂર કરે, જેમણે મને ચિનગ્ધ દષ્ટિથી જે એવા ગુરૂ તથા શ્રી ગૌતમ પ્રમુખ ગણધરેને હું વંદન કરું છું. . એ પ્રમાણે વિધ–વિઘાતક પરમ-આત્માઓને અહીં વિવિધ પ્રણામ કરી, સ્વાભીષ્ટ શ્રી અષ્ટમ તીર્થંકરનું ચરિત્ર રચવાનો પ્રયત્ન કરીશ. હે ભવ્ય! તે તમે અખંડ સુખ નિમિત્તે સાંભળે. જે પ્રાણી ચતુવિધ ધર્મને આચરે છે, તેને ચાર ગતિ તજી દે છે અને પ્રશસ્ત એવી પંચમી ગતિ–મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે તેમાં પ્રયત્ન કરે.
શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મહાભ્ય. આ સંસારમાં નિષ્કારણ અનાદિકાળના શત્રુ એવા કર્મોએ આત્માઓને બાંધીને અનંતકાયરૂપ કેદખાનામાં નાખી દીધા છે, ત્યાં જાણે અન્ય સંમર્દથી રહેવાને અસમર્થ થયા હોય, તેમ કઇ રીતે તે પ્રત્યેક વનસ્પતિમાં જવા પામે છે, ત્યાંથી ભાગી છુટવાની ઈચ્છા છતાં કર્મથી ભય પામતાં તે વિષ્ટા ખાનાર ગાયની જેમ પ્રત્યેક વનસ્પતિમાંજ લાંબે વખત ભમ્યા કરે છે.યથાપ્રવૃત્તિકરણના ચગે તે બંધનથી મુક્ત થતાં તે મંદ ચેતનાયુક્ત જીવે