________________
દયા ઉપર મંત્રીદાસીની કથા.
૩૪૩
પામતાં પણ તે દયાધર્મમાં સદા તત્પર રહેવા લાગી. એમ દાસીત્વ જતાં, સ્વામિત્વથી પરમ પ્રમાદને પામતી તે એકદા રાતે સુખશચ્યામાં સુતી હતી ત્યાં ક્ષણભરમાં નિદ્રા દૂર થતાં જાણે કમે આવેલ દાસી હોય તેમ પગ દાબતી કેઈ સ્ત્રીને તેણીએ જોતાં કહ્યું કે“અરે !તું કેણ?તે બેલી—“હું તારી દાસી છું. હે સ્વામિની! તું મારું રક્ષણ કર. તું જ મારે આધાર છે, અન્ય શરણ નથી.” ત્યારે મંત્રિદાસી બેલી કે- તું કયાંની અને અહીં શાને આવી છે? વળી રક્ષણ કરવા લાયક કેમ છે? હે ભચાતુર ! તું ભય વિના કહે.” એટલે તે રેતી તી બેલી કે– હે દેવી! તમે સાંભળો–એલાપુરના સ્વામી રિપુમર્દન રાજાની હું કામલેખા નામે પુત્રી છું. એકદા સખી સહિત હું નદીમાં જળક્રીડા કરવા મેટી નાવમાં બેઠી, તેવામાં પ્રચંડ વાયુ પ્રગટતાં, તેનાથી આઘાત પામેલ નાવ પુટતાં, મારે સખીવર્ગ કયાં ગયે; તે હું જાણતી નથી, પણ હું એક મજબૂત ફલક-પાટીયાપર બેઠી. ત્યાં કેઈ વિદ્યાધરે જોતાં મને હરીને ગઈ કાલે આ પાસેના ઘરમાં મૂકી હતી. તે વખતસર મારૂં શીલ ખંડિત કરશે–એવા ભયથી હું અહીં આવી છું, તે એનાથી તું મને બચાવ, આથી હું તારી દાસીજ છું? મäિદાસી બેલી-“તું ભય ન પામ. હું તારું રક્ષણ કરનાર બેઠી છું.” પછી તે રાજસુતાને ઓળખી ચિંતવવા લાગી કે–અહે! જીવરક્ષાનું ફળ કેટલું બધું ? કે મને વિદ્યાધર સંપત્તિ મળી અને આ મારી દાસી થઈ.” એ રીતે જીવદયાના તત્ત્વમાં સંલીન થતાં તે મંત્રિદાસી સ્વર્ગ અને મેક્ષનાં સુખે પણ અનુક્રમે અવશ્ય પામશે.