________________
તપ નહિં કરવા ઉપર માનપુંજની કથા.
૧૧:
શકિત છતાં તપ નહિ કરવા ઉપર માનપુંજની કથા.
તાની શકિત છતાં ધમ સાધક તપ જે ન કરે, તે માનપુ જ પુરૂષની જેમ અપમાન–પદને પામે તે વૃત્તાંત આ પ્રમાણે છે———
કમલા નામે નગરી કે જ્યાં લેાકેા ધર્મપ્રેમી હતા. ત્યાં માનપુ જ નામે એક ગીતપ્રિય પુરૂષ રહેતા. તેણે પેાતાના દ્રવ્યથી ગાયકાને ખેલાવતાં અને તેમની પાસે ગાન તાન કરાવતાં, ગીતમાં મૂઢ બનીને તેણે પેાતાનું અધુ ધન ખલાસ કર્યું. એટલે નિન થતાં તે લેાકા પાસે ગાયન ગાઈ, જે કાંઈ દ્રવ્ય મેળવતા, તેનાથી વિટ–લેાજન કરતા. પછી તે એક દાસીને લઇને દેશાંતર જતાં, ગામ—નગરમાં ભમી, ગાયનથી ગુજરાન ચલાવતા. ત્યાં ઈ રાજપુત્રને સંગીતથી વિશ્વાસ પમાડતાં તેણે મૂકેલ મુકતામાળા, તે દુષ્ટ માનપુંજે ચારી લેતાં, રાજપુત્રે તેને કલાવાન્ સમજી માર્ચ નહિ, પણ દેશથી બહાર કાડી મૂકયા. જેથી તે લજ્જા પામતે વનમાં ચાલ્યા ગયા. ત્યાં દાસીસહિત ફળાહારથી ગુજરાન ચલાવતા વનમાં મધુર ગીત ગાઈ, ફ્રથી મૃગલાંઓને ખેંચતા, અને કળા ખલાસ થતાં વિશ્વસ્ત મૃગાને મારી, તેનું માંસ ખાતા, એમ તે માંસલુબ્ધ અન્ય. આથી દાસી તેને સમજાવતી કે— અરે! વિશ્વાસ પામેલા મૃગાને રાજ શાને મારે છે ? ચાલ કાઈ નગરમાં આપણે જઇએ, ત્યાં ભાજન મળી રહેશે. ’ છતાં માંસલુખ્ખ તે પાપી માનપુંજ વનને તજતા નહિ અને તેમાં લુબ્ધ અનેલ દાસી પણ તેને તજી શકતી નહિ.
ર૧