________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
સંભાળાવ્યું. જે સાંભળતાં શેઠે વિચાર કર્યો કે–આ મજુરના મનોરથે તે ઘણા છે, અને તે પ્રમાણે એના પુણ્ય વધતાં હોવાં જોઈએ, માટે એને મારે વાણોતર બનાવું.” એમ ધારી તે મંગલને પિતાના ઘરે લઈ ગયે અને ભોજન કરાવી, તેણે તેને રાજી કર્યો. પછી બહુ ધન આપીને શેઠે તેને સુમંગલા નગરીમાં મેકલ્ય. ત્યાં જતાં અધવચ માર્ગમાં એક વડ નીચે જુગાર રમતા ચાર પુરૂષને તેણે જોયા. તેમની પાસેથી નીકળતાં મંગલે સુવર્ણ, મેતી અને રત્નના ઢગ જોયા. ત્યાં તે પુરૂએ પિતાના લેભને લીધે મંગલને કહેતાં, તે ત્યાં રમવા બેઠે અને પહેલા જ દાવમાં મંગલ એક મહામૂલ્ય હાર જીત્યો. એટલે ભારે પ્રભેદ પામતાં ઉઠીને તે પિતાના માર્ગે ચડ્યા અને સુમંગલા નગરીની બહાર એક વાવમાં હાથ પગ ધોઈ, શેઠે આપેલાં વસ્ત્રો અને તે હાર પહેરીને મંગલ નગરીમાં પેઠે. તેવામાં સામે આવતા રાજકુમારે “આ હાર તે મારે છે, એમ ઓળખી તેને પૂછતાં, ક્ષોભ પામવાથી મંગલ બરાઅર જવાબ આપી ન શકયે. જેથી કુમારે તેનું બધું ધન લુંટી,
આ ચેર છે ” એમ સમજી, તેના અપુણ્યના પ્રભાવે વિચાર કર્યા વિના પેલા પરીક્ષ યક્ષના દેવલ નજીક રહેલ લિપર ચડાવવામાં આવતાં મંગલ આધ્યાનથી બરાડા પાડ, મરીને ભૂતપણે ઉપજે. માટે અપુણ્ય-અભાગ્યથી સંપત્તિ, સ્વજન, સન્માન પ્રમુખ દૂર થાય છે, જેની મને વાંછાને વિચ્છેદ થાય છે, તે વિકથા, કષાય, રાગ, દ્વેષાદિક તજી, પુણ્ય-સંચય કરી સમ્યકત્વ ધારી, ભવ્ય અપુણ્યને દૂરથી જ પરાસ્ત કરે છે.
–
©
–