SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રાહ્ય એવા પરધનને જે ત્રિવિધ ત્યાગ કરે છે તે દાનપ્રિયની જેમ વિશ્વાસપાત્ર થાય છે. (પા. ૩૪૮ થી ૩૫ર ) હવે બ્રહ્મચર્ય ઉપર ઉપદેશ આપતાં કહે છે કે અંગે રેગ પરાભવ ન પમાડી શકે, ઉપદ્ર સર્વ નાશ પામે, સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય, અગ્નિ શાંત થાય, જળપૂર નિવૃત્ત થાય, ભયવાળા પ્રાણીઓ અને રાક્ષસ જેનાથી વશ થાય, એવા શીલવતનો પ્રભાવ અતુલ છે. જેના મેગે દુષ્કર તે, અને નિયમો-કષ્ટો ફલિત થાય તે બ્રહ્મવતને સ્થિરતા લાવી સે. જે બધા વ્રતમાં મુગટ સમાન છે અને ભવ્યને સિદ્ધિદાયક છે. જે ઉપર મદનમંજરીની કથા આપેલ છે. પા. ૩૫૩ થી ૫. ૩૫૯ પાંચમાવત પરિગ્રહણ પરિમાણને પ્રથમ મહિમા જણાવે છે. ધનધાન્યાદિક નવવિધ બાહ્ય પરિગ્રહ તથા રાગદ્વેષાદિ વગેરે ચૌદ આંતર પરિગ્રહ છે. વૈરાગ્યાદિ વૃક્ષો પ્રતિષ્ઠા પામ્યા હોય છતાં, પરિગ્રહરૂપી મહા બલિષ્ઠ પવન તેમને નિર્મૂળ કરી નાખે છે. પરિગ્રહમાં રહી જે મેક્ષને ઈચ્છે છે તે લોહની નાવમાં બેસી સમુદ્ર તરવા ઇચ્છે છે. જેમણે આશા તજી નિરાશાને સ્વીકાર કર્યો છે તે જ પંડિત, પ્રાજ્ઞ, પાપભીરૂ અને તપાધન છે. પરિગ્રહ પરિમાણ કરતાં બધા વ્રતની આરાધના થાય અને ધર્મ સતિની જેમ તે જ સુખાસ્વાદને અનુભવી થાય. અહિં ધર્મમતિની કથા રસયુક્ત અને મનન કરવા જેવી આવેલ છે. પા. ૩૬૦ થી ૩૬૫ હવે બાકી ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતને અધિકાર આવે છે. દિશાપરિમાણ વ્રત કે જે દશે દિશાની મર્યાદા કરતાં તેનું ઉલ્લંઘન ન કરવું તેનું નામ છે. તપ્ત લોઢાના ગેળા સમાન ગૃહસ્થને એ વ્રત શ્રેષ્ઠ છે, જેનાથી ત્રસ સ્થાવર ઓની હિંસાને ત્યાગ થાય છે. આ વ્રત ગૃહસ્થાને માટે યાજજીવન અથવા ચાતુર્માસાદિકના નિયમથી અલ્પકાલીન પણ હોય. (પા. ૩૬૬) હવે સાતમું ભેગપભોગ વ્રત છે. ભોગેપભોગમાં જે નિયમ કરે, તે બીજું ગુણવ્રત. એક વાર ભોગવવામાં જે વસ્તુ આવે તે ભગ, વારંવાર આવે તે ઉપભોગ તે, તથા ચાર મહા વિગય, અનંતકાય અજાણ્યા ફળ, રાત્રિભોજન અને અભક્ષ્ય વસ્તુઓ એ બધાનું વજન કરવું તે અધિકાર આ વ્રતમાં છે. (પા. ૩૬૬) ત્યાર
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy