SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તવાનું છે, તેમાં ન્યાયપાજિત દ્રવ્યથી ધાર્મિક જનોએ બાકીના આઠ માસ વ્યવસાય કરી વર્ષકાળમાં આરાધેલ ધર્મ સિદ્ધારની જેમ ઇષ્ટ સુખ આપનાર થાય છે, અહિં તે સિદ્ધચેરની કથા ખાસ પઠન પાઠન કરવા યોગ્ય છે. પા. ૩૩૩ થી ૫૦ ૩૩૮. હવે એ પ્રમાણે દેશના સાંભળતાં પદ્મ રાજાએ શ્રી યુગંધર ગુરૂ પાસે સંસારથી તારનાર પ્રવજ્યા અંગીકાર કરી, અભિગ્રહ લેતાં ક્ષમા ધરતાં, ઈદ્રીયો દમતા, ચારિત્ર પાળવા લાગ્યા. પછી વીશ સ્થાનક સેવતાં પદ્મ મુનિએ નિકાચિત તીર્થંકર નામકર્મ ઉપાર્જન’ કર્યું. અહિં વિશ સ્થાનક કયા કયા છે અને પદ્મ મુનિએ કેવી રીતે તે તપ આરાધ્યો તે વર્ણન આપવામાં આવેલ છે. પા૦ ૩૩૭. એમ અનુક્રમે આયપૂર્ણ કરી પદ્યમુનિ વૈજયંત વિમાનમાં ગયા, ત્યાંથી આયુ પૂર્ણ કરી આ ભવમાં હું તીર્થકર થયો છું, એમ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીએ પિતાના પૂર્વાભાનું વર્ણન કર્યું. પછી પ્રભુ ચંદ્રપ્રભાસ નામના ક્ષેત્રે દરીયા કાંઠે પધાર્યા, ત્યાં દેવોએ સમવસરણ રચ્યું. પ્રભુ સિંહાસને બેસી દયા ધર્મ ઉપર દેશના દેતાં જણાવ્યું કે હે ભવ્ય ! બધા ધર્મોમાં દયા પ્રથમ ધર્મ છે કે જેનાથી પ્રાણુ નિરોગી અને ધનવાન થાય છે. હૃદયમાં દયા હોય તેજ અન્ય ધર્મો વાંછિત આપે. જીવરક્ષાના મેગે પ્રાણુ વસુધામાં ઇષ્ટ સ્થાન તથા મંત્રીદાસીની જેમ નિર્વાણપદ પામી મુક્ત થાય છે. અહીં મંત્રીદાસીની કથા જણાવે છે. પા. ૩૩૯ થી ૩૪૩. એક સત્યજ બલવું કે જેથી આ લોક તથા પરાકમાં પ્રાણી પ્રત્યે લોકો દઢ અનુરાગ કરે, સત્યવડે દુર્જન તે સજજન થાય, જેમ મંત્રબળે વિષ પણ ઉપયોગમાં આવે છે. અસત્ય બોલનાર સ્વજન પણ પરજન થાય અને સત્ય બોલનાર પરજન સ્વજન સમાન બને તે ઉપર સ્મરનંદનની કથા પ્રભુ કહે છે. પા. ૩૪૪ શ્રી ૫. ૩૪૮. - હવે અદત્તાદાન ઉપર પ્રભુ કહે છે કે, લોભે પ્રાણીઓનું પરધન લેવાથી ધર્મ-સર્વસ્વ લુંટાય છે. અદત્ત લેવાથી થયેલ દેષ કદિ જતો નથી. ભારે કલેશથી પેદા કરેલ ધન માણસનું આશાસ્થાન છે, તેનું હરણ કરતાં પરભવમાં જીવને નરક વિના અન્ય ગતિ નથી. સુખે કરીને
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy