________________
બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા.
૧૬
સંગ્રામમાં તરવાર–યુદ્ધ કરતાં, પિતાના ઉછળતા ભુજબળ-ગર્વથી સાર્વભૌમ મેં કઈથી કેટલાએ શત્રુઓને જીત્યા, પણ બુદ્ધિસંપન્ન આ ધીમતી સ્ત્રીએ તેવા બળશાળી મને ક્ષણવારમાં જીતી લીધે, માટે મને ધિક્કાર છે. અથવા તે કયા વિષયી કામિનીઓથી છતા નથી કારણ કે જીતવા જનાર મન્મથનું તે અપ્રતિમ શસ્ત્ર છે. સ્ત્રીઓથી છતાતાં પુરૂષ પ્રથમ મિથ્યા વચનથી અને પછી સ્ત્રીરક્ત સુખે અન્ય કુવ્યસનથી છતાયજ છે. સ્ત્રીને વશ પડેલ પુરૂષ માતા, પિતા, ભ્રાતા, સ્વજન કે ગુરૂની આજ્ઞા માનતા નથી, પરંતુ બનાવટી પ્રેમરૂપ ચૂર્ણથી પરવશ બનેલ તે સ્ત્રીની આજ્ઞાને શિરસાબંધ કરે છે. કામિનીવશ પુરૂષ કૃત્યાકૃત્યને જાણતા નથી અને તે એક પામર જનથી પણ પરાભવ પામે છે. સ્ત્રીને તાબે થયેલા મનુષ્યને ધર્મપ્રેમ ન હય, કુલાચારમાં આદર નહિ, અને તેને લજજા કે ભય પણ હોતા નથી. સ્ત્રી પુરૂષને છેતરીને પ્રથમ પિતાને દાસ બનાવે છે, એટલે પછી તે જાણે પોતાના અપરાધના ભયથીજ તેની આજ્ઞા માન્ય કરે છે. જેઓ અન્યત્ર માન પામે અને ગુરૂથકી પણ માનને ઈચછે, તેવા જને પણ સ્ત્રીઓના દુર્વચનઘાતની લઘુતાને સહન કરે છે. વળી જે સ્ત્રીઓ માયાના સ્થાનરૂપ હાઈ એકની યાચના કરે અને અન્ય સાથે રમણ કરે. ખરેખર! તે લોહની નૈકા સમાન બની સંસાર-સાગરમાં ડૂબાડે છે. જ્યાં હું વિરક્ત બન્યું હતું, તેના પર મારે કેટલે બધે અનુરાગ બંધાયે કે જેના સ્નેહમેહથી પરાધીન થતાં મેં જોડા ઉપાડયા. માટે એ સ્ત્રીવડે સર્યું કે જેનાથી હું પરાભવ પામે. અથવા તે ભવવિરાગને એજ મને હેતુ થઈ. જે એના પ્રત્યે હું નેહથી લલચાયે ન હેત, તે પરાભવ ન પામત. એમ પિતાના મને મંત્રી સાથે દ્રઢ નિશ્ચય કરતાં રાજાએ રત્નમાળાના પુત્રને રાજ્ય આપી, પેતે વ્રત અંગીકાર કર્યું.
૧૪