________________
૨૦૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
પુત્રી રત્નમાળાને કહ્યું કે—“હે વત્સ! તેં રાજાને શુદ્ર આદેશ બજાવ્યું. માટે હવે બાળક લઈને રાજા પાસે ચાલ.” એટલે અલ્પ શૃંગાર ધારણ કરી, પાલખીમાં બેસી, બાળકને ખોળામાં બેસારી તે રાજા પાસે ચાલી. ત્યારે નીતિસાર મંત્રી પણ તે અનેક પત્ર આદરપૂર્વક વાહનમાં લઈ તે રાજસભામાં આવ્યું. ત્યાં આગળ આવીને તેણે રાજાને અરજ કરી કે–“હે નાથ ! તમારે પુત્ર આવે છે. માટે અત્યારે તમને હું સદ્દભાગ્યવડે વધાવું છું.' આથી રાજા બેલ્વે –“હે મંત્રિનું ! મારે પુત્ર ક્યાંથી અને કેમ થયો? એમ ઉતાવળે રાજાના કહેતાં, મંત્રી પુત્ર સહિત પિતાની સુતાને ત્યાં લઈ આવ્યો અને રાજાને જણાવ્યું કે –“હે ભૂપ! આ તમારી પ્રિયા અને આ તમારે પુત્ર. તમે બરાબર યાદ કરે, મારું વચન વિપરીત નથી.” પછી રાજાએ સંભારતાં પણ યાદ ન આવવાથી તેણે રત્નમાળાને વાંકી દષ્ટિથી વારંવાર જોઈ પણ અસંભવથી રત્નમાળાને તે નર્તકી જાણી ન શકે. વળી:નર્તકી વિના તે અન્ય કઈ સ્ત્રીને તેણે સંગ કર્યું ન હતું. ત્યારે રાજાએ કહ્યું—“હે પ્રધાન ! મને કશું યાદ આવતું નથી, અને જાણ્યા વિના હું પુત્ર સહિત એને કેમ સ્વીકારૂં? આ વખતે રત્નમાળા વસ્ત્રથી આચ્છાદિત મુખે જરા નજીક આવી રાજાને પુત્ર આપતાં સમક્ષ ઉભી રહી, ત્યાં પોતાને અનુરૂપ પુત્ર જોતાં અને સંબંધ યાદ આવતાં. સંદેહ પામી રાજા ચિંતાતુર થયે. એટલે સદેહ ટાળવા માટે નીતિસાર પ્રધાને તે પ લાવીને રાજાને બતાવ્યાં. જે રાજાએ જોતાં તેમાં પ્રથમ દિવસથી થયેલ પ્રશ્નોત્તર, કથા, વાર્તા, લેક, ગાથા અને પ્રહેલિકા લખેલ હતાં. જે દિવસે રાજા જે પ્રમાણે બેલેલ તે બધું નિશાની સહિત વાંચતાં રાજાને ખેદ અને વિસ્મય થયે, અને તે ગંભીર વિચારમાં પડયે કે–“અહો! આ મંત્રીશ–સુતાએ પૂર્ણ યુવાનીમાં પ્રતિજ્ઞા લઈ, નર્તકીના દંભે કેમ મારી પાસેથી પૂર્ણ કરી? અરે!