SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. સુવર્ણ-શિલાઓ વડે બાંધેલ હતા, તેમજ દેવયાત્રાના બાને શૃંગાર ધારણ કરતી આનંદી અંગનાએ જ્યાં કામીજનેની પાછળ જતી, એવા તે રમાનિલય નામના નગરમાં જતાં આરામનંદન જિન મંદિરમાં જિનેશ્વરેને વંદન કરવા ગયે. ત્યાં પૂર્વે સાગરશ્રેણી આવેલ હેવાથી, આરામનંદનને મધુર વાણીથી યથાવિધિ જિનેને વંદન કરતે, તેણે જે. પછી દેવવંદનને અંતે વ્યાખ્યાન કરતા ગુરૂને તે શ્રેણીએ ગૃહસ્થનું દિનકૃત્ય પૂછતાં, તેમણે જણાવ્યું કે–ચાયવંત જન હોય તેવા નગરમાં વસવું, સારા પડેલીએમાં રહેવું અને શુદ્ધાત્માએ પ્રભાતે ઉઠીને પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું. વળી દ્રવ્યશુદ્ધિપૂર્વક ચતુર્વિધ, વિવિધ, દ્વિવિધ કે એકવિધ જિનપૂજા કરવી તથા ભાવનાથી ભાવિત થઈ યથાવિધિ દેવવંદન કરવું. પછી શ્રદ્ધાલુ શ્રાવકે ગુરૂને વાંદી પ્રત્યાખ્યાન કરવું અને પૂર્વ નિયમના સકેચપૂર્વક અભક્ષ્યને ત્યાગ કરે. વળી પાંચ ઉઠુંબર, અને જિનેશ્વરે બતાવેલ અનંતકાયને ત્યાગ અને પાંચ પર્વતિથિએ વિશેષ બ્રહ્મચર્ય તથા તપ આચરવું. જેને અભય આપવા માટે દેશાવગાસિક કરવું અને ધર્મશાસ સાંભળતાં ઉપયેગ રાખ કે–“આ આગમક્ત છે કે કલ્પિત છે? સુજ્ઞજને પ્રતિદિન અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવું અને જિનેક્ત તને સદહતાં તેને વિચાર કર, દાનમાં શ્રેયાંસ પ્રમુખ, શીલમાં ગ્રાહી પ્રમુખ, તપમાં બાહુબલિ વિગેરે અને ભાવનામાં ભરતાદિકને દષ્ટાંતરૂપે સંભારવા. જિનશાસનની કુશળતા મેળવી ન્યાયથી ધનોપાર્જન કરવું અને ભેજનમાં લેલુપતા ન રાખતાં સદા અતિથિ-સંવિભાગ કરે. કદાગ્રહ તજી પિતાને વ્યાપાર ચલાવ તથા અતિપાપનું કારણ રાત્રિભેજન તજવું. દિવસના આવક–ખર્ચને વિચાર કરી, સતિષ રાખ તથા કુદી-શીલે ઉત્તમ ધમજનો સાથે વાર્તાલાપ કેરવે. સમકિતયુક્ત શ્રાવક બાર વ્રત સહિત સામાયિક આચરે
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy