________________
હરિશ્ચંદ્રની કથા.
પહ
મર્થ છું.” ત્યાં મુનિએ ઉત્સુકતા બતાવતાં કહ્યું“હે રાજન્ ! તું શું કહેવા માગે છે?” રાજા બે –તમારી તે મૃગલીને મેં તીણ બાણથી મારી છે.”એમ પશ્ચાત્તાપથી પોતાના આત્માને નિંદતા રાજાએ વસાવતી મુખ ઢાંકીને પોકાર કર્યો. ત્યારે મુનિએ ભારે ક્રોધ લાવીને કહ્યું કે– અરે ! શસ્ત્રરહિત તાપને મારવા માટે શું આ ધનુષ્યને તું ધારણ કરે છે?” રાજા પગે પડી વિનચપૂર્વક મુનિને કહેવા લાગ્ય–“હે ક્ષમાનિધાન ! એ મારે એક અપરાધ તમે ક્ષમા કરે.” એટલે મુનિએ વિમુખ થઈ રાજા પ્રત્યે ભારે આકેશ બતાવતાં કહ્યું કે –“અરે ! ભારતના કુળ-ચંદ્રના કલંક સમાન ! તું મારા આશ્રમમાંથી ચાલ્યો જા. તારા જેવા નિર્દનું વચન સાંભળતાં પણ પાપ લાગે. તે હે કર્મચંડાળ ! હે વાચાલ!તારે સમાગમ કે?” રાજાએ વિનયથી જણાવ્યું
હે મુનિ ! કહે, શું કરું? અગ્નિમાં પિસું? પૃથ્વીને ત્યાગ કરૂં? કે વ્રત આચરૂં?” ત્યારે ધસહિત મુનિએ કહ્યું–બહે માયાવી ! હજી પણ મૃગલી અને ગર્ભહત્યાના પાતકથી પંકિલ વાણી મને સંભળાવ્યા કરે છે?” એટલે રાજાએ શ્યામમુખે કહ્યું કે–“હે મહાત્મન્ ! પ્રસાદ કરે, રેષ ન લાવે. હે તપતેજના નિધાન ! આ રાજા અપમાનને લાયક નથી, પરંતુ દુષ્કર્મીઓમાં મુખ્ય હોવાથી શાસ્ત્રનુસારે પવિત્ર કરવાનું જે કાંઈ અનુષ્ઠાન હોય, તે સત્વર બતાવે.” મુનિએ કહ્યું-“હે અંગારમુખ ! એની શુદ્ધિ ત્યારેજ થવાની કે એ સર્વસ્વ આપી દે. કારણ કે દાનથી પાપનું નિવારણ થાય છે. આથી આશ્વાસન પામતાં રાજા બોલ્યા કે— “હે ભગવન! તમે મારાપર પ્રસન્ન થઈને મારું સર્વસ્વ ગ્રહણ કરે કે જેથી મારું પાપ નાશ પામે. એ પાપથી શુદ્ધ થતાં મને શું ન મળ્યું? ગામ, અશ્વ, હાથી, ભંડારસહિત આ સાગરસુધીની પૃથ્વી મેં તમને આપી.” પછી પ્રણામ કરી, અંજલિ જેલ