SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પુગલ વર્ગણુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૭૫. વર્ગણાઓ હોય છે. તે તે મહાવર્ગની પેટા વર્ગણાઓમાં ઓછામાં ઓછા પરમાણુયુક્ત સ્કની જે પેટા વગણું, તે તે મહાવર્ગણાની જઘન્ય વર્ગ કહેવાય છે. તે તે મહાવર્ગણાની પેટા વર્ગણાઓના હિસાબે વધુમાં વધુ પરમાણુયુક્ત સ્કંધની જે વગણ, તે તે મહાવર્ગણાની ઉત્કૃષ્ટ વર્ગણ કહેવાય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેની અનુક્રમે એકએક પરમાણુની વૃદ્ધિ (અધિકતા)વાળા સ્કંધની જે વગણએ, તે મધ્યમ વર્ગ કહેવાય છે. પ્રત્યેક મહાવણના પેટા વિભાગ તરીકે રહેલી. વર્ગણાઓના સ્કંધ સમૂહ કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુ એની મિશ્રતા યા જથ્થાથી બનેલા હોય છે, તે સમજવા માટે પ્રથમ પહેલી મહાવર્ગણુનું સ્વરૂપ સમજવું જોઈએ. એકત્રિત પરમાણુઓ, પ્રદેશના નામે ઓળખાય છે. લોકને વિષે એકેકા પરમાણુઓ જેટલા છે, તેટલા સર્વની એક વર્ગણ (જાત). અને ત્યારબાદ ધ્રિપ્રદેશી સ્કની વર્ગણ. (જાત', એમ ત્રિપ્રદેશી ઔધોથી એક એક પ્રદેશની વૃદ્ધિએ યાવત્ સિદ્ધના અનંતમા ભાગ જેટલી સંખ્યાથી એક ન્યૂનસંખ્યા પ્રમાણુ પરમાણુવાળા ઔધોવાળી વર્ગણાસુધીની તમામ વર્ગણાઓને સમૂહ તે “પહેલી મહાવર્ગ” થઈ. ત્યારબાદ બીજી મહાવર્ગણાની જઘન્ય (પહેલી) પેટા વર્ગણાથી તે સેળમી મહાવર્ગણું (કાશ્મણ વર્ગણા) સુધીની પેટા વર્ગણાઓ કેટલી સંખ્યા પ્રમાણ પરમાણુક્ત સ્કંધોવાળી હોય છે, તે નીચેની હકીકતથી સમજી લેવી. દરેક મહાવર્ગણાની પેટા વર્ગણાઓ પૈકીની જઘન્ય. પટા વર્ગ 3 નીચેની હકીકાઓ પૈકીની
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy