________________
:
-
-
-
આત્માની વિભાવ દશા
૬૬. ભાવ એ ત્રણે, વિકાસની ભૂમિકાઓ છે. ક્ષાયોપથમિક ભાવનું સમ્યકત્વ અને ચારિત્ર તે આત્મવિકાસને ઉચ્ચ લાભ છે.
ઔપથમિક ભાવનું સમ્યકત્વ અને ચારિત્ર તે આત્મવિકાસને ઉચ્ચત્તર લાભ છે. અને ક્ષાયિક ભાવનું સમ્યકત્વ તથા. ચારિત્ર તે આત્મવિકાસને ઉચ્ચત્તમ લાભ છે. ઉચ્ચત્તમ. લાભને પ્રાપ્ત આત્મદશા તે જ સ્વભાવ દશા છે. આત્મિક ગુણની સહેજ અપૂર્ણતામાં પણ વિભાવદશા જ છે. કારણકે આત્મિક ગુણની અપૂર્ણતામાં આત્મા, પુદ્ગલથી સંબંધિત બનેલ છે. જેથી પુદ્ગલની સાથે આત્માની મિશ્ર દશા છે. વિભાવ સ્થિતિ અને પુદ્ગલના સાગથી આત્માની મુક્ત દશા તે સ્વભાવસ્થિતિ છે.
સ્વભાવસ્થિતિમાં આત્માના અનંતજ્ઞાન–અનંત દર્શન–અનંતચારિત્ર અને અનંતવીર્ય ગુણે, કર્માવરણ. રહિત હોવાથી તે ક્ષાયિક ભાવના કહેવાય છે. જ્ઞાનાવરણ અને દશનાવરણના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ ક્ષાયિક (કેવલ) જ્ઞાન અને ક્ષાયિક (કેવલ) દર્શન, દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીયના ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્ર, અંતરાયકર્મના ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિક ભાવનાં દાન—લાભ–ભેગ-ઉપલેગ અને વીર્ય, એ નવે અપીગલિક હેવાથી આત્માની સંપૂર્ણ શુદ્ધદશા યા સ્વાભાવિક દશા છે.
જેવી રીતે અગ્નિ ઉપર રાખ નાખવાથી અગર દીપક ઉપર ઢાંકણું દઈ દેવાથી ગમી અને પ્રકાશ દબાઈ જાય.