SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ આત્માની વિભાવ દશા શાંતિલાલ નામને પરિચિત માણસ રસ્તામાં મળવા ટાઈમે મતિજ્ઞાનવર્ડ ચક્ષુઈન્દ્રિયથી તેને જોયા પછી, આ તે શાન્તિલાલ કે જે મારા મિત્ર છે, એ ખ્યાલ પેદા કરાવનાર તે શ્રુતજ્ઞાન છે. જે વસ્તુને લાભાલાભ કે સંબંધ, પૂર્વે ક્યારેય પણ અનુભવ્યું હોય, તે જ વસ્તુનું પુનઃ પુનઃ મતિજ્ઞાન થતાં પુનઃ પુનઃ તે વસ્તુના લાભાલાભ કે સંબંધને ખ્યાલ આવી શકે છે. તે ખ્યાલ પેદા કરનાર શ્રતજ્ઞાન જ હેવાથી, શ્રતજ્ઞાને પગ વડે જ જીવ, પિતાના જીવનવ્યવહારની જરૂરી ચીજોને ઓળખી શકે છે. મતિ અને શ્રત એ બને જ્ઞાને પગથી જ જીવ, પોતપોતાના જીવનવ્યવહાર ચલાવી શકે છે. માટે સૂફમમાં સૂક્ષ્મ જીવને પણ મતિ અને શ્રતજ્ઞાન અમુક અંશે પણ હોય તે છે જ. આહાર-ભય આદિ સંજ્ઞાઓ દ્વારા, એકેન્દ્રિયથી ચઉ. રિદ્રિયવાળા જીના કૃતજ્ઞાનને ખ્યાલ આપણને આવી શકે છે. તેમાં શ્રતજ્ઞાન ન હેત તે વનસ્પતિઓમાં પાણી અને ખાતર ચુસવાની, અને કીડી-મંકોડીમાં ગોળ કે સાકરની સુગંધથી આકર્ષાઈ તેની નજીક આવી તે ગોળ કે સાકરને ચેટી જવાની પ્રવૃત્તિ હોઈ શકતા નહીં. પણ ઉપ. રેકત જીવનમાં આ બધી પ્રવૃત્તિઓ આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ. એટલે તેવા જીમાં પણ મતિ અને શ્રતજ્ઞાન છે, એમ સાબિત થાય છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy