________________
પૂર્વબધ્ધ કર્મમાં થતું પરિવર્તન
૪૫૧ સિદ્ધિમાં, ખલનાઓ થાય, પણ તે અંતરાયકર્મને તોડનારો તે ઉદ્યમ જ છે.
હવે એ ઉદ્યમ શું પ્રવૃત્તિમાં કરે? કેવી રીતે કરે કે જેથી નવાં કર્મ ન બંધાય, બાંધેલાં તુટતાં જાય, અને ઉદયમાં આવેલાં નિષ્ફળ થાય, તે વિચારીયે.
મોક્ષને માર્ગ ઔપશમિક, ક્ષાયિક તથા ક્ષાપશમિક ભાવમાં છે. આ ત્રણે ભાવે ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. આ ત્રણ ભાવથી પણ ઘણા અજ્ઞાત હોય છે.
માને કે દશ હજારનું દેવું ધરાવનાર, ત્રણ આસામીઓ છે. તેમાંથી એકે તે આના પાઈ સાથે, રોકડા ગણું દીધા. અને તે ત્રણ મુક્ત થયે. - બીજાએ રાજ્યમાં લાગવગ પહોંચાડી, પિતાના ઉપર બાર માસ સુધી કઈ પણ દવે ન કરે, જપ્તિ ન લાવે, વૅરંટ ન કઢાવે, તે હુકમ મેળવ્યો.
ત્રીજાએ ભેગા કરીને, પોતાની પરિસ્થિતિ જણાવીને સમજાવી દીધા. કાંધાં કરી આપ્યાં.
એ જ રીતે આત્માના દર્શન-જ્ઞાન–ચારિત્ર ગુણે ઉપર કર્મોનું આક્રમણ થયું, હલે આવ્યા, ત્યારે સંપૂર્ણ સામÁવાન આત્માએ તે, કર્મનો છેદ કરી નાખે. (નાણાં– નગદ ગણું દીધાં). અને છૂટયો. તેણે આત્માના ગુણ જાજવલ્યમાન કર્યા. આનું નામ ક્ષાયિક ભાવવાળે. - બીજા આત્માએ, મુદ્દત લીધી. આનું નામ પ• શમિક ભાવ.