________________
૪૩૨
જૈન દર્શનને કર્મવાદ લક્ષમાં રાખવું જરૂરી છે. જેમકે વેદનીય કર્મને પલટો તે મેહનીય રૂપે ન થાય. પણ શાતાવેદનીયને અશાતા વેદનીય રૂપે, અને અશાતાદનીયને શાતા વેદનીય રૂપે પલટો થઈ શકે છે.
એટલે કે સજાતીયકર્મની ઉત્તરપ્રવૃતિઓમાં આ ફેરફાર થાય. આવા પલટાને “સંક્રમણ” કહેવાય છે. આમાં સંક્રમણ પણ અધ્યવસાયના બળે જ થવા પામે છે. આમાં પણ કેટલીક સજાતીય ઉત્તરપ્રકૃતિએય એવી છે કે જે બદલાતી નથી. જેમકે દર્શનમેહનીયનું સંક્રમણ, ચારિત્રમેહનીયમાં, તેમજ જુદા જુદા આયુષ્યનું પરસ્પર સંક્રમણ થતું નથી.
વળી ઉદયકાળને પ્રારંભ થયા પહેલાં તથા એ પ્રકારના અધ્યવસાયના અભાવે, આ રીતે સંક્રમણ થયા સિવાય, નિયત થયેલ પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ રૂપે રહેલાં કર્મ, કઈ વખતે અબાધા સ્થિતિ સમાપ્ત થતાં, વિરોધી પ્રકૃતિમાં સંક્રમીને સ્વસ્વરૂપે ઉદયમાં નહિ આવતાં પરરૂપે પણ ઉદયમાં આવે છે. તે માટે હકીકત એમ છે કે, અબાલાસ્થિતિ સમાપ્ત થયેથી કર્મને કોઈપણ પ્રકારે ઉદયમાં આવી નિર્જરવું જ જોઈએ એ અવશ્ય નિયમ છે. હવે તે વખતે જે વિરોધી પ્રકૃતિને ઉદય ચાલુ હેય તે, પિતે વિરોધી પ્રકૃતિમાં (ઉદયવતી પ્રકૃતિમાં) સંકે. મીને (પરિણમીને) પરપ્રકૃતિરૂપે પણ ઉદયમાં આવે. અને વિધીપ્રકૃતિને ઉદય, બંધ પડતાં તે કર્મ, સ્વસ્વરૂપે જ ઉદય