________________
૪૦૪
જૈન દર્શનને કર્મવાદ કરવાથી, દેવદ્રવ્યનું હરણ કરવાથી યા વીણસાડવાથી અને સર્વજ્ઞ ભગવાન–વિશુદ્ધ આગમ અને સત્ય ધર્મ તથા સંઘની નીંદા કરવાથી, જીવ દર્શન મેહનીય કર્મ બાંધે છે. તથા કષાય અને નેકષાયના ઉદયથી જીવમાં જે તીવ્ર વિભાવ ઉત્પન્ન થાય છે, તેને લીધે જીવ ચારિત્રમોહનીય કર્મ બાંધે છે.
(૫) સાંસારિક વ્યાપારમાં અતી રચામાચ્યા રહેવા રૂપ આરંભ, તથા વિષય તૃષ્ણાના અંગે વિષયેના ભેગ રૂપ જે પરિગ્રહ, તેમાં તલ્લીન થનાર અને અહિંસાદિને વસારી દેનાર, તે નરકાયુ બાંધે છે. અત્યંત કપટી, શઠ, હૃદયમાં ત્રણશલ્યવાળે, તે તિર્યંચનું આયુ બાંધે છે. અલ્પ આરંભી, અલ્પપરિગ્રહી, મૃદુતાયુક્ત, અપકષાયી, અને મધ્યસ્થ ગુણવાળે જીવ, મનુષ્યાય બાંધે છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સરાગ સંયમી, અજ્ઞાન તપસ્વી, અને અકામ નિર્જરાવાળે, દેવાયું બાંધે છે.
(૬) મન-વચન-કાયાને કુટિલ વ્યવહાર, વિતંડા તથા અશ્રદ્ધા-ઈષ્ય-નિદા–આત્મપ્રશંસા-અસૂયા વગેરેથી જીવ અશુભ નામ કર્મ બાંધે છે. અને મન-વચન-કાયાને સરલ વ્યવહાર, કલહને ત્યાગ, સમ્યગ્દર્શન, વિનય, અને ગુણાનવાદ વિગેરે વડે જીવ, શુભ નામ કર્મ બાંધે છે.
(૭) અન્યની પ્રશંસા, પિતાની નિંદા, અન્યના સગુણ બલવા, પિતાના ગુણ ગોપવવા, ગુરૂજનેને વિનય, પિતાનાં સારાં કામે સંબધે પણ ગર્વરહિતપણું, એ ગુણેથી