________________
૩૮૬
જૈન દર્શનને કર્મવાદ થાય તે અસંયમ છે. અનાદિકાળની અશુદ્ધ અસંયમની તે પ્રવૃત્તિ જ કર્મબંધના હેતુરૂપ છે. જ્ઞાન એ આત્માનું પોતાનું લક્ષણ હોવાથી સ્વપરવસ્તુના બેધ થવારૂપ છે. પરંતુ તેમાં ઈષ્ટપણું અને અનિષ્ટપણારૂપ વિભાવજ પર વસ્તુના સંગથી થયેલ અનાદિપરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે. તેજ સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. એટલે ઇન્દ્રિયની પ્રવૃત્તિને સંકેચ કરવા રૂ૫ ઇંદ્રિયને દ્રવ્ય જય છે, અને આત્માની ચેતના અને વીર્ય ગુણેના સ્વરૂપને અનુકુળ પ્રવૃત્તિ કરવા રૂપ ઈન્દ્રિયને ભાવજય છે.
પાંચે ઈદ્રિની માફક ચંચલ મન પણ કર્મબંધનો હેતુ છે. અનેક વિધ સંકલ્પ-વિકલ્પમાં અથડાતું, શેખચલી જેવા તરંગે કરંતુ મન, તે વિણખાધે-વિણ ભેગાવ્યું પણ સંકલ્પ માત્રથી અનેકવિધ અશુભકર્મ બાંધે છે. અતિપ્રિયવસ્તુનાવિયેગમાં અને અપ્રિય વસ્તુના સાગમાં, શરીરે ઉપસ્થીત થયેલ રેગના સંબંધમાં, ધર્મ કરીને સાંસારિક સુખ મેળવવાના અને રથમાં તીવ્ર ચિંતાપણે વર્તે છે. વળી હિંસાના કાર્યમાં પ્રવર્તાવા, અસત્ય બેલી કેઈને છેતરવા, લેભના વશે બીજાનું દ્રવ્ય લઈ લેવાના પ્રપંચમાં અને જંગમ - તથા સ્થાવર મિલ્કત તથા સ્ત્રી-પુત્ર પરિવારમાં રામચ્યા રહેવારૂપ દુષ્ટચિંતવનમાં અથડાતું ચંચલમન કર્મબંધનું નિમિત્ત બને છે.
અહિં પંચેન્દ્રિયના વિષય ગ્રહણમાં પણ કર્મબંધનું કારણ તે રાગદ્વેષરૂપે પરિણમતું મન જ છે. છતાં પંચેન્દ્રિય