SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ જૈન દનના કર્મોંવાદ અચી શકાય છે, અહિંસાની વાસ્તવિક વ્યાખ્યા શું હોઈ શકે, આ બધું જે સમજે, અગર તે સ ́પૂર્ણ પણે સમજવાની સમજશક્તિના પેાતાનામાં અભાવ હોય તે જેઓ સમજી શકયા હોય, તેવા સદ્ગુરૂની નિશ્રાએ રહી અહિંસાપાલનને ચેાગ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તે, તેજ પાપની અવિરતિથી મચી શકે છે. એ રીતે દરેક પાપસ્થાનક અંગે સમજવુ, અને એ રીતની સમજ પામવાને માટે સજ્ઞ પુરૂષો પ્રત્યે અચલ શ્રદ્ધાળુ બનવું જોઇએ. તેવી શ્રદ્ધામાં જેટલી ન્યૂનતા તેટલું મિથ્યાત્વ. મિથ્યાત્વ જ ભયંકરમાં ભયંકર પાપ– સ્થાનક છે. મિથ્યાત્વથી સ થા નિવૃત્ત થયા વિના શેષ સત્તર પાપસ્થાનકથી યથાર્થ રીતે નિવૃત્ત થઈ શકાતુ નથી. પરભવ-પુન્ય-મેાક્ષ વીગેરેના સ્વીકાર કરનાર દરેક આસ્તિકોએ જીવતત્ત્વ તે માન્યું છે. પરંતુ ખાણમાં રહેલ ખનીજ પદા, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ, એ પાંચ સ્થાવરમાં જીવપણું હાવાનેા સ્વીકાર તા માત્ર જૈનદર્શનમાં જ છે. હાલતા ચાલતા જીવે તે ત્રસ કહેવાય. આ ત્રસકાયમાં જીવ હોવાનું અન્ય આસ્તિકોએ સ્વીકાર્યું, પણ ઉપરોક્ત પાંચ સ્થાવરમાં જીવ હાવાનું નહિં સ્વીકાર્યું. કદાચ સ્વીકાર્યું તે પણ તેની Rsિ'સા કે જયણાના માગ નહિ સ્વીકાર્યાં. એટલુ જ નહિ પરંતુ એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોની હિંસા કે જયાની
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy