________________
પ્રકરણ ૯મું
કર્મબન્ધના હેતુઓ
કાર્મgવગણનાં પગલે, આત્માની સાથે સંબંધિત થઈ અમુક ટાઈમ સુધી અનુદિત રહી, ત્યારબાદ ઉદયમાં આવી, પિતાનું ફળ બતાવી, આત્માથી છૂટા ન પડે ત્યાં સુધી, તે કર્મ તરીકે ઓળખાય છે. કર્મભાવે પરિણામ પામતાં કામણવર્ગણાનાં તે પુદ્ગલેને, ક્ષીરનીરવત્ યા અગ્નિલેહવત, આત્મપ્રદેશની સાથે ચોટવારૂપ જે સંબંધ, તે “બંધ” કહેવાય છે.
જે કર્મની જેટલી સ્થિતિ બંધાઈ હોય, તેમાંથી અબાધાકાળ જેટલે સ્થિતિકાળ વ્યતીત થયે, અથવા તે બંધ સમય બાદ અપવર્તનાદિક કોણે કરી થયેલ સ્થિતિની ન્યૂનાધિતાનુસારે, ઉદયાવલિકામાં પ્રવેશેલ કર્મનું વિપાકે-અનુભવ કરીને ભેગવવું તે “ઉદય” કહેવાય છે. અને ઉદયકાળ પાયા વિના જ જીવના સામર્થ્ય વિશેષના બળથી કમેને પરાણે ઉદયમાં લાવવાં તેને “ઉદીરણું" કહેવાય છે. કર્મ સ્વરૂપે આત્માની સાથે કાર્મણવર્ગણાના પુદ્ગલેનું ટકી રહેવું તેને “સત્તા” કહેવાય છે.
આ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તારૂપ કર્મની ચાર