SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૫૭ તેના ભાગલા પડી જઈ જુદાજુદા કર્મોમાં વહેંચાતાં દલિકેનું પ્રમાણ, ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુલક્ષીને જ હોય છે. એટલે કે જે કર્મને સ્થિતિબંધ અધિક હોઈ શકતો હોય, તે મૂલ કર્મના ભાગમાં ઘણું દલિકે (પ્રદેશ) પ્રાપ્ત થાય છે, એ સામાન્ય નિયમ છે. પરંતુ તેમાં એક અપવાદ છે કે વેદનીય કર્મને સર્વ કર્મથી પણ અધિક દલિકેની (પ્રદેશની) પ્રાપ્તિ થાય છે. આનું કારણ એ છે કે, સુખ-દુઃખાદિકને સ્પષ્ટ અનુભવ વેદનીય કર્મથી જ થતું હોવાથી, વેદનીયન ભાગ ઘણાં પુદ્ગલવાળો હોવો જોઈએ. તેમાં જે ઓછાં પુગલ હોય તે સ્વીકાર્ય કરવામાં વેદનીય તે સમર્થ થઈ શકતું નથી. - ઉત્કૃષ્ટ સ્થિતિબંધના ધેારણે મૂળ કર્મપ્રકૃતિ ને ભાગે આવેલ દલિક (પ્રદેશ)માંથી તે તે મૂળ કર્મ પ્રકૃતિના ઉત્તર ભેદોમાં વહેંચણી થઈ જાય છે. આ ઉત્તરભેદરૂપ કર્મ પ્રકૃતિમાં પણ થતા દલિકના ભાગલાનું પ્રમાણ નિયમસર હોય છે. એ નિયમનું ધોરણ શાસ્ત્રમાં બહુ જ સ્પષ્ટપણે દર્શાવ્યું છે એ નિયમની હકીકત વધુ વિસ્તૃત હોવાથી જિજ્ઞાસુઓએ પંચમ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે ગ્રંથમાં આપેલ પ્રદેશબંધના વિષયમાંથી જાણી સમજી લેવી.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy