________________
૨૮૨
જેને દર્શનને કર્મવાદ ગુણે પ્રવૃત્તિરૂપે હોતા નથી. એટલે વ્યાવહારિક દાનાદિકને વિષે પ્રવત્તિ હોતી નથી. પણ તેઓને નૈઋયિક દાન, લાભ, ભેગ, ઉપગ, અને વીર્ય લબ્ધિ હોય છે. તેઓમાં પરભાવ પદગલિકભાવને ત્યાગરૂપ દાન, આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક શુદ્ધ સ્વરૂપને અનુભવવારુપ ભોગ-ઉપભોગ, અને સ્વ–સ્વભાવમાં પ્રવૃત્તિરૂપ વીર્ય હાય છે. આ પ્રમાણે અંતરાયકર્મના સંપૂર્ણ ક્ષયે પ્રાપ્ત થયેલ દાનાદિ ગુણે, ક્ષાયિક યા નૈશ્ચયિક ગણાય છે. ત્યારબાદ તે આત્મા કરતાં અન્ય કોઈ આત્મામાં તે ગુણે અંગે વિશેષતા સંભવી શક્તી નથી.
અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ ક્ષાવિકભાવ દરેક આત્મામાં એક સરખે જ હેય છે. પરંતુ તે કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતા ક્ષાપશમિકભાવ દરેક આત્મામાં અનેક પ્રકાર હોય છે. અંતરાયકર્મના ક્ષપશમથી જીવ દાન આપે છે, ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરે છે, ભોગ-ઉપભોગ સામગ્રીને ભોગવે છે, અને પિતાની તાકાતને ઉપયોગ કરે છે, તે દાનાદિક ગુણે વ્યાવહારિક યા ક્ષાપશામિક કહે વાય છે. આ રીતે દાનાદિ ગુણે (૧) ક્ષાયિક યા નૈશ્ચયિક, અને (૨) ક્ષાપશમિક યા વ્યાવહારિક, એમ બે પ્રકારે દર્શાવ્યા છે. એવી રીતે અંતરાયકર્મ પણ વ્યાવહારિક અને નૈશ્ચિયિક એમ બે પ્રકારે છે, તે વિચારીએ -
સ્વત્વ ઉઠાવી અન્યને આધીન કરવું તે દાન કહેવાય છે. આ દાનગુણને રોકનાર જે કર્મ, તે દાનાંતરાય કહેવાય