________________
૨૬૮
જૈન દર્શનને કવાદ
કેટવાળુ' કુટુબ એમ નહી; પણ જ્યાં આત્માની શ્રદ્ધાના સસ્કાર હાય, જ્યાં કમ વાદ એતપ્રેત હાય, અને જેથી વિવેકીઆમાં પ્રતિષ્ઠાપાત્ર ગણાય, તે ગોત્રને ઉચ્ચગાત્ર કહેવામાં આવે છે.
ધર્મ સાંભળીને તથા વિના-સાંભળ્યે પણ વધારનારાં ઉચ્ચ ગાત્રા છે. ઉગ્ર-ભાગ-રાજન્ય-ક્ષત્રિયાદિ કુલેાને ઉત્તમ ગણ્યાં, તેમાં કારણ ધર્મોના પ્રભાવ છે.
ઉચ્ચ ગોત્રમાં ધમનાં સાધના–સામગ્રીઓ-સસ્કારી જન્મથી જ પ્રાપ્ય છે. રાજાને ઘેર જન્મેલ પુત્રે રાજ્યને, શ્રીમતના ઘેર જન્મેલ પુત્ર પૈસાને, મેળવવા ગયા નથી. રાજ્યના તથા ધનના વારસા તેમને વિના-મહેનતે જન્મતાં જ મળી ગયા છે. તે જ રીતે શુદ્ધસસ્કારના વારસા જન્મતાં જ ઉચ્ચગેાત્રમાં મળે છે.
અજ્ઞાન દશામાં પણ સદાચાર પ્રાપ્ત થાય, અનાચાર ન દેખાય, તે તમામ ઉત્તમ કુળને આભારી છે. રાત્રિભેાજન તથા ક'દમૂલાદિ અભક્ષ્ય વસ્તુના ભક્ષણથી શું દોષ છે ? તેનુ જ્ઞાન, નાંનાં બાળકોને ન હેાવા છતાં તેનાથી દૂર રહે છે. ઘરે આવેલ અતીથિને દાન દેવાથી શું લાભ છે તે નહિ સમજવા છતાં, ઘરઆંગણે સંત પુરુષાનાં પગલાં થતાં દેખીને નમસ્કાર કરે છે, આદરમાન દ્વીએ છે, તે ઉત્તમ કુળના સસ્કારી છે.
કોઈ ધમધમ ચાલતું હશે તા જૈનાના બ્રેકર કહેશે