________________
૨૩૮
જૈન દર્શનને કર્મવાદ ઉદારપ્રધાન અને વૈકિયની અપેક્ષાએ અલ્પ પરમાણુ નિષ્પન્ન-સ્થૂલ વગણનું બનેલું, વળી જેને બાળી શકાય, છંદનભેદન કરી શકાય, તે ઔદારિક શરીર કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચને આ શરીર સાહજિક હોય છે.
વૈકિય શરીર–નાનું, મેટું, પાતળું, જાડું, એક અને અનેક ઈત્યાદિ વિવિધ રૂપને–વિકિયાને ધારણ કરી શકે તે વૈકિય શરીર છે. દેવ અને નારકને ભવધારણીય શરીર વૈકિય જ હોય છે.
આહારક શરીર-ચૌદ પૂર્વધર મુનિરાજોએ તીર્થકરની કદ્ધિ જોવા નિમિત્તે કે બીજા કોઈ પણ કારણે એકહસ્ત પ્રમાણુ, શુભપુદ્ગલદ્રવ્યનું બનાવેલું, કેઈને વ્યાઘાત ન કરે અને અન્યથી જેને વ્યાઘાત ન થઈ શકે એવું, અને આહારક લબ્ધિના સામર્થ્યથી બનાવેલું, તે આહારક શરીર કહેવાય છે. ચઉદ પૂર્વધર મુનિરાજો અત્યંત સૂક્ષમ અર્થના સંદેહને દૂર કરવા માટે, અન્યક્ષેત્રમાં રહેલા તીર્થંકર પાસે, પોતાના ભવજન્ય ઔદારિક શરીરથી જવું અશક્ય ધારી, લબ્ધિજન્ય આ આહારક શરીરને ત્યાં મેકલે છે. ત્યાં જઈને સંશય નિવારીને પિતાના સ્થાને આવી વેરાઈ જાય છે. આ કાર્ય, ફક્ત અંતર્મુહૂર્તમાં જ થઈ જાય છે.
તેજસશરીર-ખાધેલ આહારાદિકને પકવવામાં કારણ ભૂત જે શરીર તે તેજસશરીર કહેવાય છે. શરીરમાં રહેલી ગરમી યા જઠરાગ્નિ તે જ આ શરીર છે.