________________
જૈન દનના કર્મવાદ
પોતાના જ મનમાં ઉત્પન્ન થયેલા અધ્યવસાયાદિકથી અને ખીજાએ ઉત્પન્ન કરેલા વિષ તથા શસ્રાદિથી જે પેાતાના જિવતને અંત આવે, તે સવે ઉપક્રમ કહેવાય છે. તે ઉપક્રમના અધ્યવસાય વગેરે સાત ભેદો છે.
૨૩૮
अज्झवसाण निमित्ते, आहारवेयणापराधाए । फासे आणापाणु, सतविझिज्झर आउ || १||
ભાષા :—અધ્યવસાન–નિમિત્ત—આહાર વેદના–પરાભાવાર્થ ઘાત–સ્પશ અને શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ્યને ક્ષય થાય છે.
(૧) અધ્યવસાનના ત્રણ પ્રકાર છે. રાગ, ભય અને સ્નેહ. તેમાં રાગના અધ્યવસાન પણ મરણના હેતુ થાય છે, જેમ એક અતિ રૂપવાન—યુવાન મુસાફર, અરણ્યમાં તૃષાતુર થવાથી પાણીની પરબે ગયા. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ લાવીને તેને પાયું. પછી મુસાફર પેલી સ્ત્રીએ ના કહ્યા છતાં પણ ત્યાંથી ચાલતા થયા. તે સ્ત્રી તેની સામુ જોઈ રહી, અને જ્યારે તે મુસાફર અદૃશ્ય થયા, ત્યારે તે સ્ત્રી તેની ઉપરના ઉત્કટ રાગના અધ્યવસાયથી તરત જ મૃત્યુ પામી.
ભયના અધ્યવસાયથી કૃષ્ણ-વાસુદેવને જોઈ સામિલ બ્રાહ્મણ હૃદયસ્ફોટ થવા વડે મરી ગયા.
સ્નેહના અધ્યવસાયથી ભાનુનામે મંત્રીની પત્ની સરસ્વતી, તે પતિના મૃત્યુ થયાની શંકા થવાથી પોતે મૃત્યુ પામી હતી. રૂપાક્રિક જોવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય.