________________
૨૨૦
જેને દર્શનને કર્મવાદ પ્રત્યાખ્યાનીય જે અનંતાનુબંધીય ક્રોધ અને સંજવલન જે અનંતાનુબંધી ક્રોધ. એ પ્રમાણે સોળ કષાયોને ઘટાવતાં ૬૪ ભેદ પણ થઈ શકે છે.
કષાયના સહચારી અને કષાયના ઉદ્દીપક તેને નેકજાય કહેવાય છે. જો કે કષા કરતાં નેકષાનું બળ ઓછું હોય છે, પરંતુ કષાયેના બળ પ્રમાણે સંસાર વધારવામાં ખાસ મદદગાર છે. નેકષાયના બળને આધાર કષાયના બળ ઉપર છે. જેમ જેમ કષાયનું બળ ઢીલું પડતું જાય છે, તેમ તેમ નેકષાય પણ ઢીલા પડતા જાય છે. અને સંજવલન કષાને ઉપશમ કે ક્ષય થતાં થતાંમાં તે તેઓને પણ તદ્દ ઉપશમ કે ક્ષય થઈ જ જાય છે.
આ નેકષાયના નવ ભેદ છે. જીવને હાસ્ય ઉત્પન્ન કરાવવાના - સ્વભાવવાળું જે કર્મ તે હાસ્યમેહનીય કર્મ છે.
ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે –
"चउहिं ठाणोहिं हासुप्पत्तीसिया । तं जहा-पासित्ता, ૨ માસિત્તા, રે સુણત્તા, ૪ સંમત્તિા ”
દર્શનથી, ભાષણથી, શ્રવણથી અને સ્મરણથી એમ ચાર સ્થાનકે હાસ્યની ઉત્પત્તિ થાય છે. અહીં દર્શન, ભાષણ અને શ્રવણ બાહ્ય કારણ છે, અને સ્મરણ અત્યંતર કારણ છે. હાસ્યમેહનીય કર્મના ઉદયથી જ આ બન્ને પ્રકારનાં કારણે પામીને જીવને હસવું આવે છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં જીવને પ્રીતિ પેદા કરવાવાળું કર્મ તે રતિ મેહનીય કર્મ છે.