________________
૨૦૦
જૈન દર્શનને કર્મવાદ ઘણા જ મંદ–પાતળા કરી દે છે. અથવા ક્ષમા, નમ્રતા, -સરલતા અને સંતોષ, એ ચાર ગુણમાં તેને ફેરવી નાખે છે.
અંતરભાવથી સમ્યકત્વી આત્મા, અપરાધીનું પણ પ્રતિકૂળ ચિતવે નહીં, અને મોક્ષની સાધનામાં ગમે તેવાં વિને આવે તે પણ તેને પરમ શાંતિથી સહન કરે. આ રીતને આત્મામાં વર્તતે ઉપશમ ભાવ તે સમ્યક્ત્વનું પહેલું લક્ષણ છે. ઉપશમ ભાવરૂપ આ પહેલા લક્ષણની પ્રાપ્તિથી સમ્યકત્વીજીવ કોઈ નિર્દોષ જીવને સતાવતે કે દુઃખી કરતું નથી. , વળી અગાઉ કેઈએ પિતાનો અપરાધ કર્યો હોય, તે બાબતનું એકવાર આપસમાં સમાધાન કરી નાખ્યાબાદ તેના મનમાં ડંખ રાખી અવસર મળતાં તેનું બુરું કરવાને તે પ્રવૃત્તિ કરતા નથી. વળી પિતાના સંબંધમાં અપરાધ કરનાર અપરાધી પ્રત્યે સમ્યકત્વી આત્માની તે એ જ બુદ્ધિ વર્તે છે કે, આ મનુષ્ય દ્વારા થયેલ મારૂં અમુક નુકસાન તે મારા પિતાના જ પ્રગટ કે ગુપ્ત, યા જાણતા કે અજાvણતાં કરેલ કર્મનું ફળ છે. આ મનુષ્ય તે નિમિત્ત માત્ર છે. કરેલું તે મારૂં પિતાનું જ હોઈ તે કોઈ પણ પ્રકારે ઉદયમાં આવી મારે ભેગવવાનું તે હતું જ, તે તે કર્મ, આ મનુષ્યદ્વારા મારે ભગવાયું તેમાં બેટું શું થયું? મારી આત્મજાગૃતિમાં આ કર્મ અત્યારે ઉદય આવવાથી કરી નવે બંધ ન થાય, તેવી જાગૃતિ મને રહી શકી છે. માટે આ અપરાધી એક રીતે મારે ઉપકારી પણ છે.