________________
પ્રકૃતિ બંધ
૧૬૯ શાસ્ત્રોમાં દેવનાં ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર, અચિન્ય શક્તિ. સર્વ દોષાતીત, સર્વજ્ઞ, વીતરાગ, જિનેશ્વર, તીર્થકર સચ્ચિદાનંદમય, આદિ નામ પ્રસિદ્ધ છે. આથી એ સર્વ નામોને સમન્વય, દેવમાં અવશ્ય હવે જોઈએ. અન્યથા એ નિરર્થક નામ હાસ્યાસ્પદ મનાય છે. માટે પ્રથમ તે સર્વજ્ઞ દેવ કહેવરાવનારમાં જગતના સર્વ દુષણ રહિતપણું, રાગ-દ્વેષ અને અજ્ઞાન ચેષ્ટા રહિતપણું, શુદ્ધ સત્ય નિરાબાધ તત્વ વકતાપણું, અને સર્વજ્ઞતા આદિ લક્ષણ અવશ્ય હોવાં જોઈએ.
એ લક્ષણોની પરીક્ષા તેમની જીવનક્રીડા, વ્યવહાર અને ઉપદેશના આધારે જ સુલક્ષિત થાય છે. સંસાર પરિ ભ્રમણના અંતિમ જીવનમાં જેઓએ હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, તૃષ્ણાદિ દુર્ગુણોને કર્તવ્ય માની તેનું સેવન કર્યું ન હોય, લીલા માની એવું આચરણ કરવાને લેકેને ઉપદેશ દીધો ન હોય, ભગપદાર્થોની તૃષ્ણામાં આશક્ત બની મસ્ત રહ્યા ન હય, ભૌતિકમાયામાં ફસાઈ જઈ આત્મજીવન વ્યતીત કરવામાં જે આકાંક્ષી રહ્યા ન હોય. આ તે ઈશ્વરની અલિપ્ત લીલા છે, એવા પ્રપંચેથી લોકોને ઠગવાને જેઓએ પ્રયત્ન કર્યો ન હોય, પરંતુ કર્મજન્ય ઉપાધિઓને સહન કરી, સુઅવસરની પ્રાપ્તિમાં સાંસારિક પ્રપંચને ત્યાગ કરી, રાજ્ય, ધન, સ્ત્રી, પુત્રાદિ, કુટુંબ પરિવારને વસ્ત્ર પર પડેલી ધૂળથી માફક દૂર કરી, ઘેર તપશ્ચર્યા કરી, અણુસમજી લેકે દ્વારા ઉત્પન્ન કરેલ અનેક પરિષહે, કષ્ટ,