________________
પ્રકૃતિ બંધ
૧૬૩ દેવ-ગુરૂ અને ધર્મ અંગે વિપરીત માન્યતા તે મિથ્યાત્વ.” જે જ દેવ-ગુરૂ અને ધર્મની માન્યતામાં ચાલ્યા તેવાઓ અંગે તે મિથ્યાત્વની આ વ્યાખ્યા ઠીક છે. પરંતુ જેઓ “સુ-અને-કુ” એ એક પ્રકારના દેવ-ગુરૂ-ધર્મને માનતા જ નથી, તેવામાં પણ મિથ્યાત્વ હોઈ શકે છે. એટલે મિથ્યાત્વનું સર્વવ્યાપક લક્ષણ છે તે જ કહેવાય કે“યથાસ્થિત તત્વની શ્રદ્ધા ન થાય” તે જ મિથ્યાત્વ કહેવાય. સમ્યકત્વને વિષય, સર્વ દ્રવ્ય અને પર્યા છે, તેથી વિષય દ્વારા સર્વ ભાવે કે પદાર્થોને બતાવવાવાળું સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞ દેએ પ્રરૂપિત પદાર્થોના એકાદ અંશ તરફ ઉલટી (વિપર્યાય) બુદ્ધિ થાય તે સમ્યગદર્શનમાં મીડું થાય. જેમ જમાલી મોક્ષતત્વ વિગેરે બધુ માનતે હવે, પણ એકાદ વચનરૂપ એટલે શરમાળ વડે એ વચનમાં તેને અવિશ્વાસ થયે, તે સમ્યગ્દર્શન ન રહ્યું. ગઠામાહિલ પણ જીવ અછવાદિ સર્વ તને માનતે હતુંપણ આત્માની સાથે થયેલ સંબંધને ક્ષીર–નીરની જેમ નહિ, પણ કંચુકવત મા તેથી સમ્યગ્દર્શનથી તે પણ ભ્રષ્ટ થયે, અને ન્ડિવ ગણાય. સર્વજ્ઞ દેવે તે કેવલજ્ઞાની છે. કેવલજ્ઞાન તે સર્વ દ્રવ્ય અને પર્યાયના વિષયવાળું છે. તેથી મોક્ષના માર્ગરૂપ જે સમ્યક્ત્વ જણાવ્યું, તે સર્વ દ્રવ્ય અને સર્વ ગુણ પર્યાની માન્યતા સર્વાંશે હેય તે કામ લાગે. એકાદ અંશને પણ ન માને તે મિથ્યાત્વી જ ગણાય. એક અક્ષર કે પદની શ્રદ્ધા ન થાય તે પણ મિથ્યાત્વ સમજવું.
*
,-
- -
-
-
- રૂા .રા
નt+અ+