________________
૧૪૭
પ્રકૃતિ બંધ જ્ઞાનાવરણીય
આ કર્મને સ્વભાવ આત્માના જ્ઞાનગુણને આચ્છાદન કરવાને છે. ભિન્ન ભિન્ન જીવેમાં જ્ઞાનશક્તિ ભિન્ન ભિન્ન પ્રકારે વર્તતી હોઈ, તે તમામ જ્ઞાનશક્તિઓને પાંચ પ્રકારમાં ગણી લેવાથી તે પાંચ પ્રકારમાંથી જે જે પ્રકારના જ્ઞાનને જે જે પુદ્ગલેને જ આવરે છે, તે તે જથ્થાને તે તે પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. જ્ઞાન પાંચ હેવાથી જ્ઞાનાવરણયકર્મના પુદ્ગલેની જાત પણ પાંચ પ્રકારે છે. (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય (૪) મન:પર્યવજ્ઞાનવરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય. ( આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મના ઉત્તરભેદો પાંચ પ્રકારે છે.
મતિજ્ઞાનનું આચ્છાદન કર્મ તે મતિજ્ઞાનાવરણીય. શ્રુતજ્ઞાનનું આચ્છાદન કર્મ તે શ્રુતજ્ઞાનાવરણીય.
અવધિજ્ઞાનનું આચ્છાદન કર્મ તે અવધિજ્ઞાનાવરણીય.
મન:પર્યવજ્ઞાનનું આચ્છાદન કર્મ તે મન પર્યવ જ્ઞાનાવરણીય.
કેવલજ્ઞાનનું આચ્છાદન કર્મ તે કેવલજ્ઞાનાવરણીય.