SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતિય વૃત્તિની પ્રસ્તાવના અ અને 7 , - ૪ વિશ્વભરના તમામ આસ્તિક દર્શનોમાં શ્રી જૈન દર્શન સર્વોચ્ચ કેટિનું અને સર્વગ્રાહી હવામાં કોઈ નવાઈ નથી. કારણ કે તે સર્વજ્ઞ કથિત છે. જગતભરના તમામ છ સુખની ચાહનાવાલા અને દુખના ઠેલી હોય છે. પરંતુ સુખ અને દુઃખનું મૂળ કારણ શું છે ? તેના વિચારક ઓછા હોય છે. એમાં પણ કેટલાક નસીબભાગ્ય એટલું કહી અટકી જાય છે. જ્યારે એવું સારું કે એ હું ભાગ્ય શાથી થયું ? કર્મ એ શું છે ? શુભાશુભ કર્મ બાંધવાનાં ક્યાં કારણે છે? પૌદ્ગલીક સુખની સાનુકૂળતા શાથી પ્રાપ્ત થાય છે ? પ્રતિકુળતા શાથી પ્રાપ્ત થાય છે ? આ બધું જાણ્યા વગર સુખ માટેની જીવની પ્રવૃત્તિ વિપરીત પરિણામ લાવે તે તદ્દન સ્વાભાવિક છે. બધી દિશામાં અંધિયાર કુવા વિગેરે ભયસ્થાનેવાલા જંગલમાં, અંધના ગમન જેવી એ પ્રવૃત્તિ છે ! ખરેખર આ રીતે અનાદિકાળથી છવ, શુભઆશાએ પરંતુ અજ્ઞાન પ્રવૃત્તિની ભૂલે કરતે સંસાર અટવીમાં રખડી રહ્યો છે. આ સંસારચક્રમાંથી મુક્ત થઈ, અક્ષય અમર શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે સર્વથા કર્મને ક્ષય શું અનિવાર્ય છે? એ માટે ઉપાય છે ખરા ? હા, જરૂર ઉપાયે છે. જીનેશ્વર ભગવંતોએ કૈવલ્ય જ્ઞાનથી જાણી, એ ઉપાયે દર્શાવ્યા છે. જેને જાણી, આચરીને અનંત આત્માઓ અવિચળ સિદ્ધિ સુખને પામ્યા છે. આ ઉપાયો જેન ફીલોસોફીમાં વિશદ રીતે વર્ણવ્યા છે, તેમાં વળી અનેક જૈનેતર પણ જે તરફ વિશેષ આકર્ષાઈ રહ્યા છે,
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy