________________
ઉપરોક્ત કર્મવાદ વિષયક ગ્રંથને હું કંઈ ખાસ અભ્યાસી નથી. મહેસાણા જૈન–પાઠશાળામાં રહી કર્મગ્રંથને અભ્યાસ કરી ચાલીસેક વર્ષ ધાર્મિક શિક્ષક તરીકે જીવન વ્યતીત કરતાં, કર્મગ્રંથના અભ્યાસીઓને કર્મને વિષય સમજાવતાં, આ વિષય પર ચિત્ત વધુ પરેવાયું. આ વિષયની ઊંડી વિચારણા દ્વારા વિષયને દ્રઢ કરી, જીવનમાં ઉપયોગી બનાવવાની ભાવનાઓ, આઠ દશ વરસ સુધી આ વિષયની એક લેખમાલા, ગુજરાતી કલ્યાણમાસિકમાં ચાલુ રાખી. અને ઘણું તત્વજિજ્ઞાસુઓના અત્યંતાગ્રહે “જેનદર્શનને કર્મવાદ” નામે પુસ્તકની પ્રથમવૃત્તિ છપાવી. આ પુસ્તક પર લેકેનું આકર્ષણ વધવાથી પુનઃ તેની દ્વયિતાવૃત્તિ અને હાલે તૃતિયાવૃત્તિ પણ છપાઈ
આ કર્મવાદને વિષય એટલે બધે ગહન છે કે તે લખવા મારી શક્તિ કે લાયકાત પણ નથી. પરંતુ શુમે “યથાશ િયતની એમ મહાપુરૂષોના કથન અનુસાર મેં લખવાની ઉત્કંઠા કરી છે. મારામાં અભ્યાસની કચાશના હિસાબે વર્તાતી ક્ષતિઓના કારણે, અગર ક્ષયે પશમ દોષે કે પ્રમાદે કરી, આ પુસ્તકમાં સર્વ દેવકથિત આગમવિરૂદ્ધ કંઈ લખાઈ ગયું હોય, તે અંગે, ત્રિવિધ મિથ્યાદુકૃત યાચું છું. વૈશાખ શુકલ પૂર્ણિમા.
લિ. (વિ. સં. ૨૦૩૭)
ખુબચંદ કેશવલાલ પારેખ વાયા પાલનપુર જી. બનાસકાંઠા, મુ. પિ- વાવ (ઉ. ગુ.)
પીન. ૩૮૫૫૭૫