________________
૧૩૦
જૈન દર્શનના ક વાદ પેાતાના વીય યોગના ક્ષયાપશમાનુસારે પાંચ શરીરને ચૈાગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને—પરિણુમાવીને આત્મા પોતાની સાથે સ''ધિત કરે છે. અને ભાષા, શ્વાસેા શ્ર્વાસ તથા મનેાવગણાના પુદ્ગલાને ગ્રહણ કરી, તે રૂપે પરિણમાવી, તેને છેડવામાં હેતુભુત સામર્થ્યને ઉત્પન્ન કરવા માટે, તે ઉશ્વાસાદિ પુદ્દગલાને જ અવલ એ છે. પણુછ પર ચઢાવેલુ આણુ, આગળ ફેકવાને માટે જેમ પ્રથમ પાછળ ખેંચવું પડે છે, અને એ પશ્ચાદાકષ ણુરૂપ પ્રયત્નથી જ બાણુમાં જે અગ્રગમનરૂપ શક્તિ પેદા થાય છે, તેવી રીતે જ ઉશ્વાસાદિ વિસર્જનમાં સમજવું, શરીર પુર્દૂગલાનુ તે આત્મા વિસજૅન કરતા નથી, પણ સંબધિત કરીને રાખે છે. અને ઉશ્વાસાદિમાં તેા સંબધિત કરીને રાખી નહીં મુકતાં, વિસર્જન કરે છે.
એટલે શરીર પુદ્ગલેામાં ગ્રહણ અને પરિણમન એ એજ ક્રિયા હૈાય છે. અને ઉશ્વાસાદિમાં તે ગ્રહણ-પરિણમન, –આલખન અને વિસર્જન, એ ચાર ક્રિયા પ્રવર્તે છે. આ ગ્રહણ-પરિણમન અને આલ'અનમાં મુખ્ય પ્રવર્ત્તક તા આત્મીય રૂપલબ્ધિવીય જ છે. પરંતુ કરણવી તેનુ સાધન છે,
મન–વચન અને કાયાના પુદ્દગલા દ્વારા પવતું જે આત્મવી તે ચેાગ કહેવાય છે. આ મન-વચન અને કાયાનાં પુદ્ગલા સહકારી કારણુ હાવાથી કાના આરોપ કરીને તેને પણ શાસ્ત્રમાં યોગ તરીકે વ્યવહાર કર્યાં છે.