________________
૧૧૧
* * * *
4 વ
ન
તત્વજ્ઞાન દ્વારા પદાર્થ મૌલિક તત્વની સમજ તત્વજ્ઞાનની પ્રાપ્તિનો અભાવ છે. બાહ્યદષ્ટિ તે કેવળ વિજ્ઞા નથી પણ કેળવાય છે. જ્યારે આંતરદષ્ટિ તે આંતરદષ્ટિને પ્રાપ્ત તત્ત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્ત્વજ્ઞાન દ્વારા જ કેળવાય છે.
હવે તત્વજ્ઞાન અંગે વિચારીએ તે અનેક પ્રકારનું -તત્ત્વજ્ઞાન સમય સમય પર જગતમાં જોવામાં આવે છે. અને તે તત્વજ્ઞાનની પ્રરૂપણારૂપ વિવિધ દર્શને (સિદ્ધાન્ત) જગતમાં દષ્ટિગોચર થાય છે. દરેક તત્ત્વજ્ઞાનના આવિષ્કારકેમાં ન્યુનાધિક પ્રમાણમાં લેક સેવા, નિઃસ્વાર્થવૃત્તિ, ત્યાગ તપ આદિ પણ લેવામાં આવે છે. તે વિવિધ દાર્શનકારોએ વિવિધરૂપે પ્રરૂપેલ તત્વજ્ઞાને પૈકી, ક્યા તત્વજ્ઞાનને સંપૂર્ણ સત્ય રૂપે સ્વીકારવું, એ પ્રશ્ન ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. એટલે એ માટે હવે વિચારીએ.
જીવનના મૂળ તત્ત્વનું અધ્યયન કરવું, તેને સમજ વાને પ્રયત્ન કરે, અને વિવેકથી કસોટીપર કસાએલા તત્ત્વનુસાર આચરણ કરવું એ જ “દર્શનને જીવનની સાથે વાસ્તવિક સંબંધ છે.
માનવજીવનની આસપાસની પરીસ્થિતિને અને તેના પરંપરાગત સંસ્કારના આધાર પર જ પ્રત્યેક દાર્શનિકની વિચારધારા બને છે. અને તે કારણેની અનુકુળતા-પ્રતિકુળતાને અનુસાર આગળ વધે છે. સ્વભાવ–વૈચિત્ર્ય અને પરિસ્થિતિ વિશેષના કારણે જ વિભિન્ન દાર્શનિક વિચાર