________________
૧૦૪
જૈન દનના કમવાદ
એને ફેર પણ વધી શકે તેમ છે. મૂલભૂત અણુઓની એ વૃદ્ધિ, પદામૂલ સંબધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તે એ છે કે મૌલિક અણુ શુ છે ? એ હજી સુધી સમજમાં આવી શકયુ નથી.”
';
આજના આ યુંત્ર પ્રધાન યુગમાં પણ જ્યારે પરમાવાદની વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અનિશ્ચિત સ્થિતિ છે, તેા પછી જે યુગમાં પ્રયાગશાલાએ અને યાંત્રિક સાધનેા નહીં હતાં, તે યુગમાં પણ જૈન દાશ`નિકાએ પરમાણુની સૂક્ષ્મતા, પદાથ ના ઉત્પાદ—જ્યેય અને ધ્રૌવ્યધમ, અને પરમાણુની અનંત ધર્માંત્મકતા આદિ વિષયાને અસીમ નિશ્ચલતાથી કેવીરીતે વર્ણવ્યા હશે ? એ પ્રશ્ન જીજ્ઞાસાશીલ માનવીને ઇંદ્રિય પ્રત્યક્ષ રૂપ મામુલી ખામેચિયાથી હટાવી, આત્મપ્રત્યક્ષ રૂપ મહાસાગર પ્રત્યે દષ્ટિ કેળવવાને ઊત્કંઠિત બનાવે છે.