________________
પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું ૧૦૩ કોઈ દર્શનકાર કે વિજ્ઞાનના અનુભવમાં કે વિશ્વાસ સ્વરૂપે પણ ન હતી, તેવી બાબતેમાંની કંઈક બાબતે આજે વિજ્ઞાનને પ્રત્યક્ષ સિદ્ધ થવા લાગી છે. તે પણ હજુ એવી ઘણી બાબત છે કે જેની પ્રત્યક્ષતાને વિજ્ઞાન અનુભવી શકયું નથી.
પરમાણુ અને વિશ્વ નામનું એક પુસ્તક સન ૧૯૫૬માં લંડનથી પ્રકાશિત થયું છે. તે પુસ્તકના લેખક, પદાર્થ વિજ્ઞાનના અધિકારી વિદ્વાન સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જી. એ. જોન્સ, જે. રેટપ્લેટ અને જી, એ. વિટ, પરમાણુની અન્તર્ગત મૌલિક તેની ચર્ચા કરતી વખતે તે પુસ્તકમાં પૃષ્ઠ ૪૯ પર લખે છે કે “ઘણું ટાઈમ સુધી ત્રણ જ તવ (એલેકટ્રોન, ન્યુટ્રોન અને પ્રેટોન) વિશ્વમાં સંઘટનના મૂલભૂત આધાર તરીકે માનવામાં આવતાં હતાં. પરંતુ વર્તમાનમાં તથા પ્રકારના તત્ત્વનું અસ્તિત્ત્વ હજુપણુ. સંભવિત થઈ ગયું છે. મૌલિક અણુઓની આ વૃદ્ધિ બહુ જ અસંતેષને વિષય છે. અને તેથી હેજે પ્રશ્ન ઉઠે. છે કે, મૌલિક તને સાચે અર્થ અમે શું કરીએ? પહેલાં પહેલાં તે અગ્નિ, પૃથ્વી, હવા અને પાણી આ ચાર. પદાર્થોને જ મૌલિક તત્ત્વની સંજ્ઞા અપાઈ હતી. પરંતુ ત્યાર બાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાયણિક પદાર્થના મૂળભૂત અણુ જ પરમાણું છે. ત્યારબાદ પ્રોટીન, ન્યૂ ટ્રેન અને એલેકટ્રોન એ ત્રણ મૂળભૂત અણુ મનાયાં. હાલે તે મૂળભૂત અણુઓની સંખ્યા વધી ગઈ છે,