________________
પુગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૧૦૧ નુસાર સ્નિગ્ધતા અને ત્રણ વિદ્યુત (નેગેટીવ) એ ક્ષતા કહી શકાય છે. એટલે જૈનદર્શને સ્નિગ્ધત્વ અને ક્ષત્વના નામથી, અને વિજ્ઞાને ઘનવિઘત અને વિદ્યુતના નામથી પદાર્થના બે ધર્મોને જણાવ્યા છે.
વિજ્ઞાન કહે છે કે, દરેક ચીજ જુદી જુદી જાતના પરમાણુઓના પરસ્પર મિલન અને સંવેગથી બનેલી છે. પણ પ્રકાશ, ગરમી, વિદ્યુત વગેરેને પદાર્થ ગણવામાં આવતા નથી. એ તે શક્તિઓ છે. એ શક્તિઓ આ પરમાણુઓના સંઘર્ષની જ છે.
જૈનદર્શનમાં આ હકીકત અનાદિ કાળથી માન્ય છે. વિજલી શું છે? એ વિષયમાં જૈન દર્શનકાર કહે છે કે
નિધ હૃક્ષarળ નિમિત્તે વિત્” સ્નિગ્ધ અને અક્ષ ગુણવાળા સ્કર્ધના સંગથી વિજલી પેદા થાય છે. ડો. બી. એલ. શીલે લંડનથી પ્રકાશિત પોતાના પુસ્તક positive science of Ancient Hindusમાં સ્પષ્ટ લખ્યું છે કેજૈન દર્શનકાર આ વાતને સારી રીતે જાણતા હતા કે પિઝીટિવ અને નેગેટિવ વિઘત કણના મળવાથી વિદ્યુતની ઉત્પત્તિ થાય છે.
આ રીતે પુગલ દ્રવ્યની કેટલીક વાતે જૈન દર્શનમાં એવી છે કે, આધુનિક વિજ્ઞાનદષ્ટિથી પણ યથાર્થ છે. યદ્યપિ વૈજ્ઞાનિક પદ્ધતિથી જૈનાચાર્ય કેઈપણ પ્રકારના આવિષ્કારાત્મક પ્રયોગ ન કરી શકે, પરંતુ જૈનદર્શનની પુદ્ગલ અંગેની દષ્ટિ એટલી સુમ તથા અર્થગ્રાહી છે કે તેની