________________
મેહનચરિત્ર સર્ગ સાતમે.
(૧૬) यथापूर्वमनूत्तत्र चतुर्मासी निरत्यया॥ तपस्या विविधा यस्मा-तत्रत्यानां हि सा प्रिया॥११४॥ ततः सिझाचलं गन्तु-मैबंस्ते मुनिपुङ्गवाः॥ परं दर्षमुनेर्गात्रे वाताउदनवजा ॥ १२५ ॥ यशोमुनि वैयारत्त्य-कृते तत्र न्यवासयन्॥ स्वयं च कान्तिमुनिना विजहर्मोहनर्षयः॥११६॥ वेदार्णवाङ्कनूमाने वत्सरे राजपत्तने॥ चतुर्दशी चतुर्मासीमूषुस्ते मुनिनायकाः॥१२७॥ गवन्तो नोयनीवासि-मल्लिनाथं च वर्त्मनि ॥ अनिवन्द्य तथान्यानि तीर्थान्यासेव्य नावतः॥११॥
જેજે ક્ષેત્ર કહ્યાં છે, તેમાંના ઘણુ ખરા ગુણ અમદાવાદમાં છે,” એમઇને તથા ધર્મક્રિયામાં નિપુણ અને રાગી એવા ત્યાંના શ્રાવકે માસું રહેવા માટે આગ્રહ કરે છે, તે વાત પણ ધ્યાનમાં લઈને મોહનમુનિજીએ ત્યાં ચોમાસું કરવાનું નક્કી કર્યું. (૧૧ર-૧૧૩) પહેલાંની પેઠે અમદાવાદનું ચોમાસું પણ કઈ જાતના અંતરાયવગર પાર પડ્યું, અને ત્યાં જાત જાતની તપસ્યા પણ થઈ. કારણકે, ત્યાંના લેકને બીજી ધર્મક્રિયાઓ કરતાં તપસ્યાજ ઘણું વહાલી લાગે છે. ( ૧૧૪ ) ચોમાસું ઉતર્યા પછી મેહનમુનિજીને સિદ્ધાચલજીની યાત્રા કરવાની ઈચ્છા થઈ પણ તેટલામાં વાયુના વિકારથી હર્ષમુનિજીના શરીરે મંદવાડ થયો. (૧૧૫) ત્યારે જસમુનિજીને હર્ષમુનિજીનું વેયાવચ્ચ કરવાવાતે રાખીને મેહનમુનિજી પોતે કાંતિમુનિજીને જોડે લઈને વિહાર કરી ગયા. (૧૧૬) સંવત્ ઓગણુસેંચુમાલીશ-(૧૯૪૪)માં મેહનમુનિઓએ ચૌદમું ચોમાસું અમદાવાદમાં સુખે કર્યું. (૧૧૭) પછી અમદાવાદથી નીકળેલા મેહનમુનિજી વિહાર કરતાં ભોયણીમાં શ્રીમલ્લિનાથ ભગવાનને વાંદીને તથા રસ્તામાં