________________
મેાહનચરિત્ર સર્ગ સાતમેા.
( ૨૪૯)
तत्रत्याः श्रावकाः प्राप्य मोहनर्षिसमागमम् ॥ यथाशक्त्युत्सवं तेनु-रुत्सवाच्चासनोन्नतिः ॥ ३५ ॥ भूम्यैब्धिनन्दनूमाने वत्सरे पत्तनेऽवसन् ॥ एकादशीं चतुर्मासीं सच्चात्रा मोहनर्षयः ॥ ३६ ॥ प्रयासन्ने शीतकाले सौम्येष्वर्ककरेषु च ॥ शङ्केश्वराख्यं पार्श्व ते ऽष्टुमैच्हन्यतीश्वराः ॥ ३७ ॥ चित्रं यन्मोहनर्षीणां विहारः सुखदुःखकृत् ॥ पत्तनस्थाः प्रापुरार्तिं सुखं शङ्केश्वरस्थिताः ॥ ३८ ॥ शङ्केश्वरं नाम पार्श्व-मभिवन्द्य विधानतः ॥ वात्रेण सहिताश्चेलु - रयतो मोहनर्षयः ॥ ३८ ॥ अथ प्रह्लादनपुर-वासिनः श्रावकोत्तमाः ॥ श्री मोदनागमं श्रुत्वा बभूवुर्वन्दनोत्सुकाः ॥ ४० ॥
પળાય એવાં પચ્ચખાણ લીધાં. ડીકજ છે, સદ્ગુરૂની સેવાથી મનના પરિણામ શુભ થાયછે. ( ૩૪ ) ત્યારબાદ માહનમુનિજીના યાગ મળી ગયા તેથી ખુશી થયેલા પાટણના શ્રાવકાએ શક્તિમાફક ઉત્સવ કર્યો. એવા ઉત્સવ થવાથી શાસનની ઉન્નતિ થાયછે. (૩૫) સંવત્ આગણીસ એકતાલીશ( ૧૯૪૧ )માં માહનમુનિજીએ પેાતાના શિષ્ય જસમુનિજી જોડે પાટણમાં અગીઆરનું ચામાસું કર્યું. ( ૩૬ ) પછી શિયાળા નજીક આવ્યા, અને સૂર્યનાં કિરણ મંદ થઇ ગયાં, ત્યારે મેાહનમુનિને શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. ( ૩૭ ) એ માટું આશ્ચર્ય છે કે, માહનમુનિજીના એકજ વિહાર કેટલાકને સુખાકારી તથા કેટલાકને દુખકારી થઇ પડ્યો. કારણકે, પાટણના રહીશ શ્રાવકા તેથી દુખ પામ્યા, અને શંખેશ્વર ગામના રહીશ શ્રાવકા તેથી સુખ પામ્યા. ( ૩૮ ) પછી શંખેશ્વરપાર્શ્વનાથને આગમમાં કહેલી રીતપ્રમાણે વાંદીને મેાહનમુનિજી શિષ્યની જોડે આગળ વિદાય થયા, (૩૯) પાલનપુરના