________________
ચંદ્રલેખાની કથા : ૬૮
[ ૭૯
થયેલી જાણી તે ચંદ્રલેખા સુંદર શણગાર સજી અંતઃપુરમાં રહેલા રાજાને હાસ્યપૂર્વક કહે છે તે સ્વામિ ! જે દૂષણવાળી મારો ત્યાગ કર્યો તે તે ઠીક છે. પરંતુ બીજી અંતપુરમાં રહેલી સ્ત્રીઓએ શું અપરાધ કર્યો? જેથી તેઓનો તમે ત્યાગ કરે છે! અથવા મે જાણ્યું કે કંઈક દેવસુંદરીની સાથે ઘણી પ્રકારના વિલાસ કરતા તમને અમારા જેવીનું નામ પણ ગ્રહણ કરવું, તે પણ આનંદ કરતું નથી. તેના તેવા વચનથી આશ્ચર્ય પામેલે રાજા તેણી સામું જોઈ વળી સારી રીતે ઓળખીને તેને કહે છે આ શું? અને તે શું ? ત્યાર પછી ચંદ્રલેખા નમસ્કાર કરી જાને કહે છે મારાથી અને જેગણના વચનથી જે અવિનય કરાયે હોય તે હે સ્વામિ ! તમે ક્ષમા કરો. આ સાંભળી હર્ષ, ખેદ અને આશ્ચર્યથી ભરાયેલે રાજા તે બુદ્ધિશાળી ચંદ્રલેખાને દેવીપદે સ્થાપન કરે છે. જેથી નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે-જ્યાં સુધી હૃદયમાં કેતરાયેલાની જેમ ગુણે દેખાય નહિં ત્યાં સુધી જ ગર્વ અને ત્યાં સુધી જ પૂર્વના દેશે યાદ આવે છે. ગુણો દેખાયા પછી બધા અવગુણે ભૂલી જવાય છે. તે વાર પછી સકલ અંતઃપુર સહિત રાજા પાતાલઘરમાં વિવિધ પ્રકારના કામભેગોને ભેગવતે એક હજાર વર્ષ પસાર કરે છે.
એક વખત નંદનવન સરખા કુસુમાકર નામના ઉદ્યાનમાં શ્રી અભયંકર સૂરિ સાધુ ગણ પરિવાર સહિત પધાર્યા. દુર્લલિત રાજા ઉદ્યાનમાં આવેલ આચાર્ય મહારાજને જાણી અત્યાનંદપૂર્વક ચંદ્રલેખાદિ પરિવાર સહિત ત્યાં