________________
૭૮ ]
પ્રાકૃતિ વિજ્ઞાન કથાઓ
પ્રભાવથી તારી ઈચ્છા પુરી કરીશ, પણ તારે આજન્મ સુધી અપ્સરાનું વચન માન્ય કરવું પડશે. રાજા તેણીનું વચન અંગીકાર કરે છે. જેગણ ચંદ્રલેખાને કહે છેપ્રિય સખી ! તમારી આજ્ઞા માનનાર આની ઈચ્છા પૂર્ણ કર? આ લાંબા સમય સુધી જાગે છે. તેથી તમારા ભવન ઉપર સુખેથી નિદ્રા લે. અને બીજુ પણ તમારી કૃપાથી દેવશય્યાના સંગસુખને અનુભવ કરે, ત્યારે તેમાંની એક અપ્સરા કહે છે કે ઉપરના માલમાં કઈ પણ શવ્યા નથી. જો એ સુખને ઈ છે તે પિતાની જાતે શા ઉપડીને ઉપરના માલમાં લઈ જાય. તેથી રાજા હર્ષથી ભરેલ જલદી ઉઠીને સો ગણુ ઉત્સાહવાળે મસ્તક ઉપર શયા ઉપાડી ભવનના ઉપરના ભાગમાં ગયે. ફરી પણ નીચે ઉતરી પલંગને પણ માથા ઉપર ઉપાડી રાજા ભવનની ઉપર લઈ જઈ દાસની જેમ શયા પાથરે છે. ત્યાર પછી જે ગણના વચનથી રાજા સુરસુંદરીની શય્યા પણ પલંગ સહિત ઉપાડી ઉપરના તલમાં લઈ જઈ પાથરે છે. તે ચંદ્રલેખા પણ પોતાની શૈયામાં બેસી આનંદવાળા વચનોથી રાજાના મનને તેવી રીતે પ્રસન્ન કરે છે. જેથી તે બીજી સ્ત્રીઓને ગધેડીને માફક તુચ્છ માને છે. રાત્રીના પાછલા પહેરે આંખ ઉપર પાટો બાંધી તે જેગણ રાજાને પિતાના ભુવનમાં લઈ ગઈ. એ પ્રમાણે તે દરરોજ રાજાને ત્યાં લઈ જાય છે.
એક વખત જોગણે ચંદ્રલેખાને કહ્યું. હે વત્સ ! તારે સ્વામી દાસ જે થયે છે. તેથી પિતાની પ્રતિજ્ઞા પૂરી