________________
ચન્દ્રલેખાની કથાઃ ૬૮
[ કંપ રતિના જેવી સુંદર મનોહર દેવરમણિ મેં જોઈ ત્યાર પછી વિસ્મયથી વિકસિત નેત્રવાળા રાજાના દેખતા તેણીના આદેશથી તે કન્યાઓએ નૃત્ય શરૂ કર્યું. તે ગિની નમતી એવી નાગરમણને આશિર્વાદ આપી પૂર્વે પરિચિત વાળીની જેમ મણિમય સિંહાસન ઉપર બેસે છે. કન્યાઓએ પણ આવેલા તે રાજાને જાણી અમૃતરસના જેવું સંગીત ત્યાં તેવું કર્યું કે જેમ બધાને ત્યાં મૂછ કરનારૂં થયું. ક્ષણની જેમ રાત્રી અને દિવસને એક પહોર ગયે, તેણીના આદેશથી તે નાટક ત્યાં બંધ થયું. તે વખતે અઢાર પ્રકારના અશનપાનથી સુંદર અત્યંત રસવાળી રસોઈ ત્યાં લાવવામાં આવી.
સંદેહ કરતી હોય તેમ જોગણ તેને કહે છે- હે દેવી! નાગરાજનું રાજ્ય છેડીને તું કેમ અહીં આવી? તેણી પણ આંખમાંથી આંસુઓને પાડતી દુઃખિત હૃદયે કહે છેહે જેગિનિ ! સ્વામિનિ ! તમે જ્ઞાનથી મારા સ્વરૂપને તમ જાણે છે, છતાં પણ હું તમને કહું છું. શ્રી ધરહેન્દ્ર નાગરાજની સર્વ પ્રિયાઓમાં હું પટ્ટ મહાદેવી છું. અત્યંત પ્રેમવાળા મારે સ્વામીને સારી રીતે તમે જેણે છે. આ વિણ-વાદનની કલામાં કુશલ હોશિયાર એવી કુશલા નામની દાસીની શ્રીભૂતાનંદ નામના મિત્ર માટે ધરણેન્દ્ર મારા સ્વામિએ માંગણી કરી, પરંતુ એના વિના મારા નાટકને ભંગ થાય, તેથી મેં આપી નહિં. આથી નાગરાજે કહ્યું બળાત્કારથી પણ હું એને ગ્રહણ કરીશ.