________________
૭૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
પ્રવેશ થતા નથી. રાજા તેના વચનને સ્વીકાર કરે છે. પ્રભાતના સમયે માંડલાની મધ્યમાં રાજાને બેસાડી દિવ્ય શરીર બનાવવા મંત્રને ભણે છે. રાત્રિના સમય થયે તે જોગણુ સ લેાકેાને જવા આવવાનું નિવારણ કરાવી, રાજાની આંખ ઉપર ત્રણ પાટા બાંધે છે. ત્યાર પછી જોગિની રાજાને પહેલા ચદ્રલેખાના ભવનમાં, પછી શેઠના ઘરે લઈ જય છે. ત્યાર પછી નગરના દરવાજે રહેનારી દેવીના મંદિરમાં, ત્યાંથી સુરંગના ભવનમાં લઇ જઇને એકાંતમાં રાખીને રાજાની આંખના ત્રણેપાટા છેડે છે. રાજા પણ વિસ્મય પામી આમતેમ અને આંખેા વડે જુવે છે, ત્યાં તે સૂ કાંત મણિના કિરણેાથી અંધક્રાર રહિત, સૂર્યાંના બિંબની જેમ સુંદર મડપથી શેભિત ઉત્તમ દેઢીપ્યમાન ચંદરવાથી વિભૂષિત, રત્નમય પુતળીએથી શોભતા એવા હજાર થાંભલાવાળુ, ધજાના સમુદાયથી મ`ડિત દેદીપ્યમાન સારા તારણાની મણિમય પ્રભાથી થયેલ ઇન્દ્રધનુષ્ય-મેઘધનુષ્ય જેવા સુંદર પાતાલભવનને જીવે છે. તેની મધ્યમાં ઘણા ઉંચા મણિમય સિંહાસન ઉપર બેઠેલી દેવાંગના સરખી કન્યાએથી સેવાતી ચંદ્રલેખાને જીવે છે. તેમજ હું ગજગામિનિ ! સુંદરતમ રૂપથી અન્યના અભિમાન હરણ કરનારી નાગલોકના સ્વામિ ધરણેન્દ્રની પ્રાણપ્રિયા હૈ સુરસુંદરી ! સ્વામિની ! તમે જય પામે। જય પામે.' એ પ્રમાણે વખાણાતી તેને જોઈ વિસ્મય પામેલા રાજા વિચાર કરે છે, નક્કી આ કઈ દેવ રમણી લાગે છે. આજે ખરેખર મારી આંખા સફળ થઇ, જીવન પણ કૃતાર્થી થયું. જેથી આવી