________________
ચંદ્રલેખાની કથા : ૬૭
[ ૭૧
સુરંગના માર્ગ વડે પિતાના ઘરમાં જઈને તે પચાસ કન્યાઓને સર્વ કલાઓ શિખવે છે. સ્વર લક્ષણ ગ્રામ તાલથી સહિત સુવિશાલ સારૂં સંગીત અને નિર્દોષ સર્વ વીણા અને વાજિંત્રની વિદ્યા ભણાવે છે, ત્યાં મણિઓને સમુદાયથી બનાવેલા પ્રાસાદમાં મણિઓની પ્રભાથી અંધકાર રહિત પાતાલ ભુવનની જેમ દિવસ અને રાત્રીને ભેદ પણ જાણી શકાતું નથી. ચંદ્રલેખા સારા શણગારથી સજજ થઈ તે કન્યાઓ વડે શેભતી ઈન્દ્રાણીની જેમ સિંહાસન ઉપર બેસે છે. તેના આદેશથી તેમાંની કેટલીએક સારી રીતે આનંદજનક સરખા તાલથી દિગંત સુધી પડઘાને પડતું નન્દી વાજિંત્ર વગાડે છે, કેટલી એક વીણા વગાડે છે, કેટલીક મૃદંગ વગાડે છે, કેટલી એક તાલ મેળવે છે અને બીજી કેટલી એક નાચે છે. - રાજા રાત્રિના સમયમાં તે થતું સંગીત સાંભળી વિચાર કરે છે. શું આ સંગીત પાતાલમાં, આકાશમાં, પૃથ્વી ઉપર અથવા પર્વતની ઉપર થાય છે. અથવા સ્વરના સંચારથી શોભતું દેવને પણ દુર્લભ આ સંગીત કયાં એવા ધન્ય પુરૂષની આગળ કાનને સુખ ઉપજાવનારૂં થતું હશે? એમ વિચાર કરતા તે સાંભળવામાં મેહિત મનવાળે પલંગ છેડીને પરિજન સહિત બીજી પ્રવૃત્તિઓ રેકી રાજા ક્ષણમાત્રમાં ચિત્રમાં આલેખિતની જેમ સ્થિર થયે. તેટલામાં તે નાટક સાંભળવામાં વિલન કરનાર પ્રચંડ પ્રભાતના વાજિંત્રના નાદે રાજાના મહેલમાં થયા, અહીંયા પ્રભાત થવાથી સંગીતનું વિસર્જન કરી ચંદ્રલેખા તે