________________
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
છેતરવામાં હાંશિયાર તમારે માનવી.” તેના વચન રૂપી અગ્નિથી મળતા રાજા સૌભાગ્ય આદિ ગુણાના સમુદાયથી ભૂષિત પણ તેણીને દુર્ભાગ્યવતી રાણીઓની મધ્યમાં મૂકી દે છે. ત્યારપછી ચંદ્રલેખા સારા સુગ ંધિત પુષ્પોથી જિનેશ્વર ભગવાનની પૂજા કરતી અને ઘણાં સૌભાગ્ય કલ્પતરૂ વગેરે સારી તપશ્ચર્યાને કરે છે. એક વખત તપથી શાષાચેલા શરીરવાળી ચંદ્રલેખા તપશ્ચર્યાના ઉજમણા માટે રાજાને પૂછીને પિતાને ઘેર ગઇ. શેઠ દુળકૃશ દેડવાળી પોતાની પુત્રીને જોઇને પોતાના ખેાળામાં બેસાડીને વિલાપ કરે છે. હા! હા ! હું વત્સે! તે આત્માને દુઃખમાં કેમ નાખ્યો ? હું આવું જાણતા હાત તા આ રાજા સાથે તારા વિવાહ કરત નહિં. અથવા દુષ્ટ દેવથી કરાયેલુ કાય કાઇનાથી પણ નિવારણ કરાતું નથી. એમ ખેલતા પિતાને રોકીને તપનું ઉદ્યાપન કરાવીને વિધિપૂર્વક શ્રીસંઘ સહિત જિનેશ્વરદેવના ચરણાને પૂજે છે. અતિશય દુઃખી હૃદયવાળા પિતાના દુઃખને નિવારણ કરવા કહે છે. હે પિતા! સ કલામાં હોંશિયાર, સુંદર રૂપવાળી પચાસ સારી કન્યાએ મને આપેા. ખીજું તમારા ઘરથી મારા ઘર સુધી એક સુરગ કરાવી બીજી નગરના દરવાજામાં વાસ કરતી દેવીના મંદિરથી મારા ઘર સુધી સુરંગ કરાવેા. તેમજ મારા ઘરની નીચે સુરગની મધ્યમાં એક ભવ્ય જિનાલય કરાવેા પછી તમે નિશ્ચિત થઈને રહે. ચંદનસાર શેઠે પણ દેવીના જેવી તે પુત્રીના ચિંતવેલા મનેરથા પૂર્ણ કરવા માટે કલ્પવૃક્ષની જેમ તેણીના કહ્યા પ્રમાણે બધુ કર્યું. ત્યારપછી કેટલાક કાળે તેણી ઘેરથી
७०